Tiger Shroffની ‘ગણપત’નું ધમાકેદાર ટ્રેલર રીલીઝઃ બિગ બીની શાનદાર એન્ટ્રી


- અમિતાભની સ્ક્રીન પર દમદાર એન્ટ્રી થાય છે અને આ કહાનીની એક નવી શરૂઆત થાય છે. ટાઇગર શ્રોફ દુશ્મનો સાથે બદલો લેવા માટે ગુડ્ડૂમાંથી ગણપત બની જાય છે
બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ગણપતઃ અ હીરો ઇઝ બોર્ન‘નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ટ્રેલર લગભગ અઢી મિનિટનું છે, જેમાં ટાઇગર એક યોદ્ધાનુ પાત્ર ભજવી રહ્યો છે. મહાનાયક અમિતાભ બચ્ચન પણ તેમાં મુખ્ય ભુમિકામાં છે.
ટ્રેલરની શરૂઆત ડાયસ્ટોપિયન સમાજની એક ઝલક સાથે થાય છે. તેના વોઇસઓવરમાં ટાઇગર શ્રોફ અંગે જણાવાય છે. કહેવાય છે કે એક દિવસ એક એવો યોદ્ધા જન્મશે, જે અમર થશે. તે ધનવાનો અને ગરીબો વચ્ચેની દિવાલ પાડશે. તે યોદ્ધા મરશે નહિં, મારશે. ત્યારબાદ ટાઇગર શ્રોફની એક્શન શરૂ થાય છે. તે કહે છે કે ‘અપુન કો જબ ડર લગતા હે ન તો…’ તેની આગળ એક બાળક કહે છે, ‘બહુત મારતા હું’. આ વચ્ચે ટાઇગર શ્રોફની મુલાકાત કૃતિ સેનન સાથે થાય છે અને તે તેને કહે છે, આઇ લવ યૂ. આ વાત પર કૃતિ કહે છે, ‘કલ તો મિલે હો.’ ટાઇગર જવાબ આપે છે, ‘પ્યાર હોને મેં કિતના વક્ત લગતા હૈ’.
TRAILER ALERT – GANAPATH
Ab Se Ganapath Ka Chapter Shuru!#GanapathTrailer
Presenting the official trailer of the much awaited Action Entertainer #GANAPATH. In PVR this Dussehra, 20th October! pic.twitter.com/4AFwtmbEtc
— P V R C i n e m a s (@_PVRCinemas) October 9, 2023
ટ્રેલરમાં અમિતાભ બચ્ચનને પણ દર્શાવાયો છે. અમિતાભની સ્ક્રીન પર દમદાર એન્ટ્રી થાય છે અને આ કહાનીની એક નવી શરૂઆત થાય છે. ટાઇગર શ્રોફ દુશ્મનો સાથે બદલો લેવા માટે ગુડ્ડૂમાંથી ગણપત બની જાય છે. ફિલ્મના ટ્રેલરને જોયા બાદ ફેન્સની આતુરતા વધી ગઇ છે. તેઓ આ ફિલ્મ રીલીઝની રાહ જોઇ રહ્યા છે. ટાઇગર શ્રોફની એક્શનથી ભરપૂર આ ફિલ્મ 20 ઓક્ટોબરે થિયેટર્સમાં જોવા મળશે.
નવ વર્ષ બાદ પરદા પર કૃતિ ટાઇગરની જોડી
બોલિવુડ એક્ટર ટાઇગર શ્રોફ પહેલી વાર કૃતિ સેનન સાથે 2014માં રિલીઝ થયેલી ફિલ્મ હિરોપંતીમાં જોવા મળ્યો હતો. આ બંનેની જોડીના ખૂબ વખાણ થયા હતા. હવે લગભગ નવ વર્ષ બાદ આ બંનેની જોડી ફરી વખત જોવા મળશે.
આ પણ વાંચોઃ એશિયન ગેમ્સના ખેલાડીઓ સાથે PM મોદી સંવાદ કરશે