મનોરંજન

ટાઈગર શ્રોફે ગાયું ‘માન મેરી જાન’….ઈન્સ્ટાગ્રામ પર કર્યો વીડિયો શેર

Text To Speech

ટાઈગર શ્રોફે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ગીત ગાતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટાઈગર સિંગર કિંગ અને નિક જોનાસની ફિલ્મ ‘માન મેરી જાન’નું આફ્ટરલાઈફ વર્ઝન ગાઈ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. ટાઈગરના આ ગીતને ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ઓરિજિનલ કરતાં બેટર’. અન્ય યુઝરે લખ્યું, ‘કોઈ આટલું ટેલેન્ટેડ કેવી રીતે હોઈ શકે’. તો ત્રીજાએ લખ્યું, ‘તેને સત્તાવાર રીતે રિલીઝ કરવાની જરૂર છે ભાઈ’.

આ પણ વાંચો : જુઓ ….નકુલ મહેતાએ ગુલાબી સ્કર્ટમાં કર્યો ધમાકેદાર ડાન્સ

તમને જણાવી દઈએ કે, દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફનો પુત્ર ટાઈગર છેલ્લે 2022માં આવેલી ફિલ્મ હીરોપંતી 2માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને તારા સુતારિયા પણ મહત્વના રોલમાં હતા. હવે ટાઈગર ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે. જ્યારે આલિયા અને સોનાક્ષી સિન્હા પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બડે મિયાં છોટે મિયાંનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. જ્યારે, વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ અને હિમાંશુ કિશન મેહરા ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ એક્શન ફિલ્મ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : ‘રામ સિયા રામ’ ગીતના રિલીઝ બાદ કૃતિ સેનન પહોંચી પંચવટીના સીતા મંદિર

Back to top button