ટાઈગર શ્રોફ-દિશા પટણીનું પેચઅપ? કહ્યું, ‘લાઈફમાં મારી એક જ દિશા છે!’


- ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મના પ્રમોશન દરમિયાન, ટાઈગરે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે કેટલાક ખુલાસા કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટાઈગર શ્રોફ અને દિશા પટણી વચ્ચે પેચ અપ થયું હોવાના સમાચાર આવી રહ્યા છે.
8 એપ્રિલ, મુંબઈઃ અભિનેતા ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર હાલમાં આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રીલીઝ થવાને હવે થોડા જ દિવસો બાકી છે અને બંને સ્ટાર્સ તેમની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન, ટાઈગરે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે કેટલાક ખુલાસા કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટાઈગર શ્રોફ અને દિશા પટણી વચ્ચે પેચ અપ થયું હોવાના સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બંને થોડા સમય પહેલા હંમેશા એકબીજાની સાથે દેખાતા હતા, બંનેના રિલેશનની ચર્ચાઓ પણ ચારેકોર વહેતી હતી, પરંતુ અચાનક ચાહકોને આંચકો આપતા બંને અલગ થયા હોવાના અહેવાલ પણ આવ્યા હતા. બંનેના ફેન્સ માટે આ શોકિંગ ન્યૂઝ હતા, કેમકે બંનેની જોડીને લોકો પસંદ કરતા હતા.
View this post on Instagram
હવે તાજેતરમાં તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તેમનો વીડિયો જોઈને ચાહકો કહી રહ્યા છે કે બંનેને લાંબા સમય બાદ સાથે જોવાની ખુશી છે. આ બંનેએ તેમના રિલેશન કે બ્રેકઅપના ન્યૂઝ પર કદી કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ટાઈગર શ્રોફે પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે કેટલાક ખુલાસા કર્યા છે.
ટાઈગરે તેના રિલેશનશિપ સ્ટેટસ પર શું કહ્યું?
‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન દરમિયાન ટાઈગર શ્રોફે દિશા પટણી સાથેના તેના લિન્કઅપના સમાચાર પર કેટલાક સંકેતો આપ્યા છે. ટાઇગર શ્રોફને પૂછવામાં આવ્યું કે, ‘શું તમે સિંગલ છો?’ તમારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે? આ સવાલનો જવાબ ટાઈગર શ્રોફે ખૂબ જ અનોખા અંદાજમાં આપ્યો. અભિનેતાએ મજાકમાં કહ્યું, ‘મારા જીવનમાં એક જ દિશા છે અને તે છે મારું કામ.’ આ નિવેદન બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે દિશા પટણી અને ટાઈગર શ્રોફ ફરી એકવાર ફરી સાથે આવ્યા છે અને પેચઅપ કરી લીધું છે.
આ પણ વાંચોઃ અદાણીએ MG મોટર સાથે મિલાવ્યો હાથ: દેશભરમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે