મનોરંજન

Tiger Shroff-Disha Pataniનું બ્રેકઅપ, 6 વર્ષની રિલેશનશિપનો અંત!

Text To Speech

દિશા પટણી અને ટાઈગર શ્રોફને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિશા-ટાઈગરે તેમના 6 વર્ષના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. એટલે કે હવે દિશા અને ટાઈગર કપલ તરીકે સાથે નથી. ત્યારે સૌ કોઈના મનમાં બસ એક જ સવાલ છે કે આખરે કેમ બન્નેએ અલગ થવાનો આમ અચાનક નિર્ણય કર્યો.

tiger_disha
tiger_dishaનું બ્રેકઅપ

ટાઇગર-દિશાનું બ્રેકઅપ!

ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ હવે દિશા અને ટાઈગર એક કપલ તરીકે સાથે જોવા નહીં મળે. ટાઈગર અને દિશાના સંબંધોમાં છેલ્લા એક વર્ષથી ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. પરંતુ આ કપલે ક્યારેય આ વાત જણાવી નથી. દિશા અને ટાઈગરે શા માટે અલગ થવાનું નક્કી કર્યું તેનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે બંને સ્ટાર્સ હવે સિંગલ લાઈફ જીવી રહ્યા છે. ટાઈગરના એક મિત્રએ કપલના બ્રેકઅપના સમાચારને સાચા ગણાવ્યા છે. ટાઈગરના મિત્રનું કહેવું છે કે બ્રેકઅપથી ટાઈગરને તેના કામમાં કોઈ ફરક પડવા ન દીધો. તે પહેલાની જેમ જ પોતાના કામ પ્રત્યે ફોકસ્ડ જોવા મળે છે. ટાઈગર આ દિવસોમાં લંડનમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

બન્ને પાસે ઘણી ફિલ્મો 

દિશા પટણી અને ટાઈગર શ્રોફના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. તો ટાઇગર શ્રોફ ‘ગણપત’ અને ‘બાગી-4’માં જોવા મળશે. દિશા અને ટાઈગર ભલે હવે એક કપલની જેમ સાથે ન હોય, પરંતુ તેમની મિત્રતા હજુ પણ અકબંધ છે. હવે જોઈએ કે દિશા અને ટાઈગર બ્રેકઅપના સમાચાર પર કંઈ કહે છે નહી?

Back to top button