ટ્રેન્ડિંગમનોરંજન

Tiger 3ની દુનિયાભરમાં ધૂમ, માત્ર 5 દિવસમાં 300 કરોડનો આંકડો પાર

Text To Speech

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3‘ હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા બાદ હવે આ ફિલ્મે વધુ એક કમાલ કર્યો છે. ‘ટાઈગર 3’એ વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે માત્ર પાંચ દિવસમાં આ કલેક્શન કર્યું છે.

5 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કર્યો

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ટાઈગર 3’ને દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો છે. તેનું બોક્સ ઓફિસ કલેક્શન આ વાતની સાક્ષી આપી રહ્યું છે. જાહેર કરાયેલા ફિલ્મના આંકડાઓ અનુસાર, ‘ટાઈગર 3’ એ માત્ર પાંચ દિવસમાં 300 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. વિદેશમાં આ આંકડો 71 કરોડ રૂપિયા છે.

‘ટાઈગર 3’નું દિવસ મુજબનું કલેક્શન

‘ટાઈગર 3’ દિવાળીના અવસર પર 12મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 45 કરોડ રૂપિયાના શાનદાર કલેક્શન સાથે ઓપનિંગ કર્યું હતું. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ ફિલ્મે 58 કરોડનો બિઝનેસ કર્યો હતો. સલમાન ખાનની ફિલ્મે ત્રીજા દિવસે 43 કરોડ રૂપિયા, ચોથા દિવસે 20 કરોડ રૂપિયા અને પાંચમા દિવસે 18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મના છઠ્ઠા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. ફિલ્મે છઠ્ઠા દિવસે 12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે તેનું કુલ કલેક્શન 199.71 કરોડ રૂપિયા થઈ ગયું છે.

 

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

‘ટાઈગર 3’માં ઈમરામ હાશ્મી વિલનના રોલમાં

‘ટાઈગર 3’માં સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર RAW એજન્ટના રોલમાં દમદાર એક્શન કરતા જોવા મળ્યા છે. આ વખતે ઈમરાન હાશ્મીની પણ ફિલ્મમાં એન્ટ્રી થઈ છે. જે વિલનના રોલમાં હંગામો મચાવી રહ્યો છે. ફેન્સ પણ આ ત્રણેયને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Back to top button