ટ્રેન્ડિંગમનોરંજન

‘Tiger-3 બોલિવૂડના ઈતિહાસની સૌથી મોટી એક્શન ફિલ્મ…’, ફેન્સ આપી રહ્યા છે ખૂબ જ સારા રિવ્યૂ

સલમાન ખાન અને કેટરિના કૈફની આગામી ફિલ્મ ‘ટાઈગર 3‘ રિલીઝ થવા જઈ રહી છે. ભાઈજાન અને કેટરિનાની જોડીને ફરીથી મોટા પડદા પર જોવા માટે ચાહકો ઉત્સુક છે. સ્થિતિ એવી છે કે સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

કોઈ તેની ટિકિટનો ફોટો ક્લિક કરીને તેને શેર કરી રહ્યું છે આ બધાની વચ્ચે X પર ટાઇગર 3ના રિવ્યુ પણ શેર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી સામે આવી રહેલા રિવ્યુ મુજબ આ ફિલ્મ મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે. X એકાઉન્ટ પર ટાઇગર 3 રિવ્યૂ ટ્રેન્ડિંગ છે.

સલમાન-કેટરિનાએ કરી હતી આ અપીલ

સલમાને સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, ‘અમે ‘ટાઈગર 3’ ખૂબ જ જોશથી બનાવી છે અને જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે અમને સ્પોઇલર્સથી બચાવવા માટે અમે તમારા પર ભરોસો રાખીએ છીએ. સ્પોઇલર્સ ફિલ્મ જોવાનો અનુભવ બગાડી શકે છે. અમને વિશ્વાસ છે કે તમે જે યોગ્ય છે તે કરો. અમને આશા છે કે ‘ટાઈગર 3’ તમારા માટે અમારા તરફથી દિવાળીની શ્રેષ્ઠ ભેટ છે!! તે આવતીકાલે સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

Salman Khan's post

કેટરિનાએ લખ્યું, ‘ટાઈગર 3ના પ્લોટ ટ્વિસ્ટ અને સરપ્રાઈઝએ તેને જોવા યોગ્ય બનાવી દીધું છે. કૃપા કરીને તેના સ્પોઈલર્સને શેર કરશો નહીં.’

Kaitrina Kaif

જો ફિલ્મના કલેક્શનને ધ્યાનમાં લઈએ તો ટાઈગર 3 પહેલા જ દિવસે ઘણી હિટ ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે, જો કે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ, ગદર-2 અને જવાન માટે સૌથી મોટો પડકાર હશે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ ઓપનિંગ ડે પર 30 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરી શકે છે.

Back to top button