મનોરંજન

‘ટાઈગર 3 ’નું ફર્સ્ટ પોસ્ટર આઉટ, 7 સપ્ટેમ્બરે આવી શકે છે ટીઝર

Text To Speech

સલમાન ખાનના ફેન્સ તેની સ્પાઈ ફ્રેન્ચાઈઝ ટાઈગર ૩ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે, મેકર્સે ‘ટાઈગર 3’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં સલમાન અને કેટરિના કૈફ એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે. સલમાને પોસ્ટર શેર કરીને લખ્યું કે, “હું આવું છું. દિવાળી NO23 પર ‘ટાઈગર ૩’ સાથે, તેનું સેલિબ્રેશન તમારા નજીકના મોટા સ્ક્રીન પર જઈને જ કરશો.’ જણાવી દઈએ કે, ફિલ્મનું ટીઝર 7 સપ્ટેમ્બરે આવી શકે છે. “ટાઈગર’ ફ્રેન્ચાઈઝીના આ ત્રીજા ભાગનું ડિરેક્શન મનીષ શર્માએ કર્યું છે.

આ પણ વાંચો : જો તમે ડેટિંગ એપ દ્વારા તમારા ક્રશને મળવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતોનું રાખો ધ્યાન

Tiger 3: Salman Khan, Katrina Kaif starrer's first glimpse to be out on  THIS date? Announcement video goes viral

આ પણ વાંચો : પંજાબના 21 વર્ષના જસકરણે KBCમાં રચ્યો ઈતિહાસ,સીઝનનો પહેલો બન્યો કરોડપતિ

જો કે, સલમાન આ જ વર્ષે શાહરૂખની પઠાણમાં પોતાના ટાઈગર અવતારમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેનો એક કેમિયો હતો. ત્યારે હવે દિવાળી ૫૨ ફરી એક વાર સલમાન શાહરૂખ એક સાથે “ટાઈગર ૩’માં જોવા મળશે, YR યુનિવર્સમાં “ટાઈગર ૩’ પાંચમો ભાગ છે. આ અગાઉ “ટાઈગર ઝિંદા હૈ”, “વોર’, “પઠાણ જેવી ફિલ્મોને ખૂબ પસંદ કરી છે. આ સાથે જ ટાઈગર 3માં સલમાન અને કેટરીના સિવાય ઈમરાન હાશ્મી, રણવીર શૌરી, વિશાલ જેઠવા, રેવતી, રિદ્ધી ડોગરા જેવા કલાકારો પણ મુખ્ય કેરેક્ટરમાં જોવા મળશે.

આ પણ વાંચો : ફિલ્મ ‘યારિયાં 2 ’ના નવાં પોસ્ટર્સ રિલીઝ કરાયાં, ફિલ્મ 20 ઓક્ટોબરે થશે રિલીઝ

Back to top button