ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈ અફઝલને ટિકિટ, અખિલેશે લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોની કરી જાહેરાત
ઉત્તર પ્રદેશ, 18 ફેબ્રુઆરી : આગામી લોકસભા ચૂંટણી(Lok Sabha elections) માટે સમાજવાદી પાર્ટીએ(Samajvadi Party) વધુ 11 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ મુઝફ્ફરનગર અને ગાઝીપુર જેવી મહત્ત્વની લોકસભા સીટો પર પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે. હરેન્દ્ર મલિકને મુઝફ્ફરનગરથી અને મુખ્તાર અંસારીના(Mukhtar Ansari) ભાઈ અફઝલ અંસારીને(Afzal Ansari) ગાઝીપુરથી ટિકિટ આપવામાં આવી છે.
સપાએ રાજેશ કશ્યપને શાજહાંપુરથી, ઉષા વર્માને હરદોઈથી, રામપાલ રાજવંશીને મિસ્રિખ લોકસભા સીટથી, આરકે ચૌધરીને મોહનલાલગંજથી, એસપી સિંહ બઘેલને પ્રતાપગઢથી, રમેશ ગૌતમને બહરાઈચથી, શ્રેયા વર્માને ગોંડાથી, વિરેન્દ્ર સિંહને ચંદૌલીથી અને નીરજ મૌર્યને આવલા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
— Samajwadi Party (@samajwadiparty) February 19, 2024
સમાજવાદી પાર્ટીએ અગાઉ 30 જાન્યુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 16 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ યાદી અનુસાર, પાર્ટીએ મૈનપુરીથી ડિમ્પલ યાદવ, સંભલથી શફિકુર રહેમાન બર્ક અને લખનૌ લોકસભા બેઠક પરથી રવિદાસ મેહરોત્રાને ઉમેદવાર બનાવ્યા છે.
PMLAની કલમ 45 શું છે જેના પર અરવિંદ કેજરીવાલે નવી ચર્ચા શરૂ કરી?