ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં આગામી ત્રણ કલાક આ શહેરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Text To Speech
  • દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી
  • ભાવનગર,ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ આવશે
  • દીવ બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. તેમાં બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તથા ભાવનગર,ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઇ છે.

વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તેમજ અન્ય વિસ્તારોમાં વાતાવરણ પલટો આવશે. ગુજરાતમાં 11મી તારીખથી ચોમાસું બેસી ગયું હતુ. જે બાદ ગુજરાતીઓને હતું કે, ગરમી અને બફારાથી છૂટકારો મળી શકે છે. પરંતુ બફારા અને ગરમી જવાનું નામ જ નથી લેતા. ત્યારે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, ઉત્તર ભારતમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તરમાં હીટવેવે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પોરબંદર, રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી છે. તથા નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી છે. અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે 19 અને 20 જૂન માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. 23મી જૂન માટે અરવલી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવ બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Back to top button