ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી

Text To Speech
  • છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો
  • ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો
  • 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતના વિવિધ શહેરોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં સામાન્ય વરસાદ આવશે. તથા સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વિસાવદરમાં 13.44 ઇંચ, જુનાગઢમાં તાલુકા અને શહેરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, નવસારી, જુનાગઢના માણાવદર, ખંભાળિયા, બારડોલી, કેશોદમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો

ધનસુરા અને આશપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નોંધાયેલા વરસાદ મુજબ ધનસુરામાં સૌથી વધારે 27 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડામાં 25 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. અગાઉના દિવસે પણ ભિલોડામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આમ ભિલોડામાં સતત બીજા દિવસે સારો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. વડોદરા, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં મધ્યમ વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં રાજયના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અત્યાર સુધી સિઝનનો 17.85% વરસાદ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 28.82% વરસાદ આવ્યો છે. તેમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 7.16% વરસાદ પડ્યો છે.

Back to top button