ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થશે આ વિસ્તારોમાં મેઘમહેર

Text To Speech
  • રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે
  • ગઢડા શહેર અને ગામડા વિસ્તારમાં વરસાદના પગલે ચોમાસાનુ આગમન
  • ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થશે. તથા 20 જુન સુધી ચોમાસુ આગળ પહોંચી જશે. હાલ ચોમાસાનું આગમન નબળુ થયું હોવાથી તેની ગતિ ધીમી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.

ગઢડા શહેર અને ગામડા વિસ્તારમાં વરસાદના પગલે ચોમાસાનુ આગમન

ગઢડા શહેર અને ગામડા વિસ્તારમાં વરસાદના પગલે ચોમાસાનુ આગમન થતા ખેડૂતોમાં આશાનો સંચાર જોવા મળ્યો હતો. આ વરસાદના પગલે ગઢડા શહેર ઉપરાંત તાલુકાના રામપરા અને વાવડી ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રામપરા અને વાવડી ગામે પડેલા ધોધમાર વરસાદથી ખેતરમાં અને વોંકળામાં પાણી ભરાયા હતા. તેમજ ગઢડા પડવદર, ગુંદાળા, સમઢીયાળા, ઈંગોરાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.

ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો અમદાવાદમાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Back to top button