ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્રની મુંબઈથી ધરપકડ, હવે થશે ચોંકાવનારા ખુલાસા
- રીષી આરોઠે તેના પિતાને આંગડિયાથી રૂ.1.39 કરોડ મોકલ્યાં
- વડોદરા SOG એ બાતમીના આધારે આરોપીને દબોચી લીધો
- રીષી આરોઠેની મુંબઇની હોટલમાંથી ધરપકડ કરાઇ છે
વડોદરાનાં ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્રની SOGએ મુંબઈથી ધરપકડ કરી છે. જેમાં રીષી આરોઠેની મુંબઇની હોટલમાંથી ધરપકડ કરાઇ છે. રીષી આરોઠે તેના પિતાને આંગડિયાથી રૂ.1.39 કરોડ મોકલ્યાં હતા. વડોદરા SOG એ બાતમીના આધારે આરોપીને દબોચી લીધો હતો.
આ પણ વાંચો: ગુજરાત: બોર્ડની પરીક્ષામાં એક જ દિવસમાં ગેરરીતિના 11 કેસ સામે આવ્યા
તુષાર આરોઠે સહિત ત્રણ જણાને 1.39 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડયા
વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે પૂર્વ ક્રિકેર તુષાર આરોઠે સહિત ત્રણ જણાને 1.39 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા. તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર રીષી આરોઠે બેંગ્લોરથી આંગડિયા મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ રીષી સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જેથી તેની માંજલપુરા, રાવપુરા તથા SOGની ટીમે શોધખોળ કરી હતી. દરમિયાન ઠગ રીષી આરોઠે મુંબઇ થાણેની એક હોટલમાં રોકાયો હોવાની બાતમી SOGની ટીમે મળી હતી. જેના આધારે ટીમે મુંબઇ પહોંચી હોટલમાંથી તેને દબોચી લીધો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: દહેગામથી નરોડા રૂટની AMTS બસ સેવા શરૂ, રોજની 32 ટ્રીપો રહેશે
જાણો શું છે સમગ્ર કેસ:
પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેને તેના પુત્રએ આંગડિયાથી આટલી મોટી માતબર રકમ મોકલી હતી. જેથી પોલીસે રીશી આરોઠેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. રિશી આરોઠે અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયેલો છે. જેથી આ નાણાં ક્યાંથી લાવ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ કરી હતી.રિશી આરોઠેએ તેના પિતાને 1.39 કરોડમાથી રૂપિયા તેમના ભાગના રાખી બાકીના લોકોને આપવા માટેની વાત કહી હતી, જેથી પોલીસ હવે રૂપિયા કોને કોને આપવાના હતા તે દિશામાં તપાસ કરી રહી છે.