બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો
- બજરંગ દળની શૌર્ય યાત્રા પર મુસ્લિમ વસાહતમાંથી પથ્થરમારો થયો, પોલીસે ટીયર ગેસના શેલ છોડીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
નર્મદા જિલ્લામાં આજે બપોરે કોમી તણાવ સર્જાયો હતો. જેમાં સેલંબા વિસ્તારમાં બજરંગ દળની શૌર્ય યાત્રા પર થયેલા હુમલા બાદ ભારે હિંસા થઈ હતી, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પથ્થરમારા બાદ આગચંપી પણ થઈ હતી. પોલીસે ટીયરગેસના સેલ છોડીને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હાલ સ્થિતિ કાબુમાં છે.
સેલંબામાં આજે સવારે ગણેશ વિસર્જન બાદ મુસ્લિમ કોલોનીમાંથી પથ્થરમારો થયો હતો. બજરંગ દળ દ્વારા જાગરણ શૌર્ય યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન જ્યારે યાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે કેટલાક લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. આ યાત્રા દરમિયાન થોડી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ હાજર હતા, પરંતુ તેઓ ભીડને કાબૂમાં ન કરી શક્યા વધુ પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને ભીડને કાબુ કરી હતી.
પથ્થર મારો થતાં અનેક દુકાનો અને મકાનોને નુકસાન
પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ થયા છે, જેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પથ્થરમારો બાદ બે દુકાનોને પણ આગ ચાંપવામાં આવી હતી. રસ્તાઓ પર પાર્ક કરાયેલા વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તણાવને જોતા નર્મદા જિલ્લાના ડેપ્યુટી એસપી, એલસીબી અને એસઓજીની પોલીસ ટીમો પણ સેલંબામાં તૈનાત કરવામાં આવી છે. આ કેસમાં લગભગ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. CCTV ફૂટેજની મદદથી અન્ય બદમાશોની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકી પન્નુના નિશાને અમદાવાદનું સ્ટેડિયમ, વર્લ્ડ કપને ટેરર કપ બનાવવાની ધમકી