ગુજરાતટોપ ન્યૂઝ

સ્માર્ટફોનથી છેતરપિંડી દ્વારા ગુજરાતીઓએ રૂ. 815 કરોડ ગુમાવ્યા

  • દેશભરમાં રહેલા શંકાસ્પદ મોબાઈલ નંબરની વિગતો તેમની પાસેથી મળી
  • વર્ષ 2022માં દેશભરમાં રહેલા 1,500 નંબર ગુજરાતમાંથી નોંધાયેલા
  • AI અને ફેસિયલ રેકોગ્નિઝેશન પાવર્ડ સોલ્યુશન (ASTR)ને અમલમાં લાવવામાં આવશે

દિવસમાં અનેક વાર લોકોના ફોન પર રોમેન્ટિક વાતો કરવાની ચેટ લિંક્સ, એસએમએસ દ્વારા અલ્ટિમેટમ, લકી ડ્રો અને બિટકોઈન ઓફરનો મારો સતત થતો રહે છે. ત્યારે આ મુદ્દે તમે ક્યારે તમારી ઈચ્છા વિરુદ્ધ જઈને કેવાયસી અપડેટ અને ઓટીપી માટે લિંક કર્યું છે ખરુ ? વર્ષ 2020થી અત્યાર સુધીમાં આ પ્રકારની ફ્રોડ લિંક પર ક્લિક કરવાથી 1.27 લાખ ગુજરાતીઓએ તેમના મહેનતના કમાણી અને બચતના રુ. 814.81 કરોડ માત્ર એક સેકંડમાં ગુમાવ્યા છે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ બાબતે ગુજરાત કરતાં મહારાષ્ટ્ર આગળ 

દર કલાકે પાંચ લોકો ભોગ બને છે

દરરોજ આ પ્રકારના 115 કેસ નજરે પડે છે અથવા તો દર કલાકે પાંચ લોકો ભોગ બને છે. છેલ્લા ત્રણ વર્ષમાં સીઆઈડી ક્રાઈમ યુનિટે 30,019 મોબાઈલ નંબરને બ્લોક કરવા માટે ટેલિકોમ વિભાગને સુચન કરેલુ છે. આ નંબરનો ઉપયોગ ફ્રોડ કરનારાઓ દ્વારા થતો હતો. આખા દિવસમાં આ પ્રકારના 27 મોબાઈલ નંબર આવે છે, મતલબ કે દર કલાકે એક મોબાઈલ નંબર. દર એક કલાકમાં પકડાયેલા દર પાંચ લોકોએ માત્ર એક જ ફ્રોડ મોબાઈલ નંબરને બોલ્ક કરાય છે. સાયબર ક્રાઈમ માટે આ પ્રકારના ગુનાને નિયંત્રિત કરવાનો એક મોટો પડકાર ઉભો થયેલો છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી અને ફેસિયલ રેકોગ્નિઝેશન પાવર્ડ સોલ્યુશન (ASTR)ને અમલમાં લાવવામાં આવશે

સીઆઈડી ક્રાઈમના અધિકારીઓના મતે, મોટા ભાગે આ નંબર મેવાત, અલવર, ભરતપુર, મેરઠ. ગાઝિયાબાદ, નાડિઆ અને પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયેલા છે. ગુજરાત પોલીસના અધિકારીઓના મતે, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર દ્વારા તેના સીમ કાર્ડ વેચવાના માસિક લક્ષ્યાંકને પહોંચી વળવા મોટા પાયે સીમકાર્ડ વેચવા જાહેરાત અપાય છે, જેના લીધે ફોન સ્કેમર્સ (છેતરપિંડી આચરનારાઓ)ને આવા મોબાઈલ કાર્ડ સરળતાથી મળી રહે છે. મોટા ભાગના સીમકાર્ડ ત્રાહિત વ્યક્તિના નકલી દસ્તાવેજોના આધારે મેળવાય છે. જો કે, આ પ્રશ્નના ઉકેલ માટે ટેલિકોમ વિભાગ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી અને ફેસિયલ રેકોગ્નિઝેશન પાવર્ડ સોલ્યુશન (ASTR)ને અમલમાં લાવવામાં આવશે.

વર્ષ 2022માં દેશભરમાં રહેલા 1,500 નંબર ગુજરાતમાંથી નોંધાયેલા

ટેલિકોમ વિભાગના ગુજરાતના ડિરેક્ટરના મતે, એસએટીઆરની મદદથી નકલી સીમ કાર્ડને જલદીથી પકડી શકાય છે. ગત વર્ષે ગુજરાતમાંથી નોંધાયેલા અંદાજે 30,000 શંકાસ્પદ મોબાઈલ નંબરોની ફરીથી તપાસ કરાયેલી, જેમાંથી 75 ટકાથી વધુને બંધ કરાયેલા છે. આમાંથી મોટાભાગના નંબર તો રાજ્ય બહારના જ હતા. વર્ષ 2022માં દેશભરમાં રહેલા 1,500 નંબર ગુજરાતમાંથી નોંધાયેલા, જેને બંધ કરાયા છે.

દેશભરમાં રહેલા શંકાસ્પદ મોબાઈલ નંબરની વિગતો તેમની પાસેથી મળી

ગુજરાત સાઈબર સેલના મતે, દેશભરમાં રહેલા શંકાસ્પદ મોબાઈલ નંબરની વિગતો તેમની પાસેથી મળી રહે છે. સાયબર બાબતોના નિષ્ણાતના મતે, સ્કેમર્સ અલગ અલગ અલગ ગેંગ પાસેથી પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ મેળવે છે. રાજ્ય બહારથી સંચાલિત ગેંગ પાસેથી ઈ-વોલેટની યાદી ખરીદે છે. તેમને એ વાતની ખબર છે કે, રુ.30,000ની છેતરપિંડી માટે પોલીસ 1,000 કિલોમીટરની મુસાફરી કરશે નહીં. વર્ષ 2020માં કોરોનાના સમયે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ( એનસીસીઆરપી)ના હેલ્પલાઈન નં. 1930 પર લોકોએ આ પ્રકારના ગુનાઓની 23,055 ફરિયાદો નોંધાવી છે. વિવિધ રાજ્યોમાં આ રીતે થયેલા નાણાકીય છેતરપિંડીમાં અંદાજે રુ. 95.29 કરોડની છેતરપિંડી આચરાઈ છે. આ પછીના વર્ષમાં આ પ્રકારની ફરિયાદો વધીને 28,908 થઈ છે અને છેતરપિંડીની રકમ વધીને રુ. 366.88 કરોડ થઈ છે. વર્ષ 2023ના શરુઆતના 34 દિવસમાં સાયબર ગુનેગારોના લીધે ગુજરાતના લોકોએ દરરોજના 1.37 કરોડ ગુમાવ્યા છે.

Back to top button