ઈ-ઓક્શનના માધ્યમથી રેલવેને ત્રણ મહિનામાં અધધધ રૂ.844 કરોડની કમાણી થઈ


ભારતીય રેલવે દ્વારા આવકના જુદા જુદા સ્ત્રોત શોધી કાઢવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. રેલ્વેએ છેલ્લા ત્રણ મહિનામાં ઈ-ઓક્શનની પ્રક્રિયા દ્વારા 844 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગત જૂન મહિનામાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યાપારી આવક અને બિન – ભાડું રેવન્યુ કોન્ટ્રાક્ટમાંથી આવક ઓનલાઈન (ઈ – ઓક્શન દ્વારા) કરવાનો નિર્ણય લીધો હતો.
ઈ-ઓક્શનમાં પાત્રતાના માપદંડમાં છૂટછાટ આપવાની પણ હતી જાહેરાત
રેલ્વેમાં આ વસ્તુઓ માટે ઓનલાઈન બિડિંગ પ્રક્રિયા સાથે, અરજદારોને ઈ-ઓક્શન દરમિયાન નોંધણી કરવા અને ભાગ લેવા માટે હવે કોઈ ભૌગોલિક પ્રતિબંધ નથી. રેલવે મંત્રીએ જૂન મહિનામાં ઈ-ઓક્શનની જાહેરાત કરતી વખતે પાત્રતાના માપદંડમાં છૂટછાટ આપવાની પણ જાહેરાત કરી હતી. આ આવકમાં જાહેરાતો, પાર્કિંગ લોટ, પાર્સલ સ્પેસ લીઝિંગ અને પેમેન્ટ કલેક્શન અને જાહેર શૌચાલયોની આવકનો સમાવેશ થાય છે.