ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બારામુલ્લામાં LOC પર ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકવાદીનો ખાત્મો, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

  • પાકિસ્તાનની નાપાક કોશિશ નિષ્ફળ
  • અનંતનાગમાં ચાર જવાન શહીદ થયા હતા
  • બારામુલ્લામાં હજુ ઓપરેશન ચાલુ

જમ્મુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ચાલી રહેલા એનકાઉન્ટર વચ્ચે આજે સેનાએ સવારથી જ બારામુલ્લાના LOC પાસે ઉરી, હથલંગા વિસ્તારમાં સેનાએ પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જે હજુ પણ ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

બારામુલ્લામાં ત્રણ આતંકીનો ખાત્મો

બારામુલ્લામાં આજ સવારથી ચાલી રહેલા એનકાઉન્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સેનાએ અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે જ્યારે સેનાને આ વિસ્તારમાં હજુ પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આજે સવારે શરુ થયેલા આ ઓપરેશનમાં પહેલા બે આતંકવાદીઓ ઠાર થયા હતા જ્યારે વધુ એક આતંકવાદી ઠાર થતા ત્રણ આતંકી માર્યા ગયા છે. આ ત્રણ આતંકીમાંથી બેની તસવીર જાહેર કરવામાં આવી છે.

તેમાં જણાવાયુ હતુ કે ત્રણ આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારબાદ બહાદુર સૈનિકોએ તેમનો મુકાબલો કર્યો છે, બે આતંકવાદીઓની લાશ કબજે કરી લેવાઇ છે, જ્યારે આસપાસના ક્ષેત્રમાં એક પાકિસ્તાની ચોકીથી થઇ રહેલા ગોળીબારના કારણે ત્રીજા આતંકવાદીની લાશ મેળવવાનું કામ મુશ્કેલ બન્યુ છે.

અનંતનાગમાં પણ ચાલી રહ્યુ છે સર્ચ ઓપરેશન

આ અથડામણ એવા સમયે થઇ રહી છે જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના ગાઢ વન ક્ષેત્રથી આતંકવાદીઓનો સફાયો કરવાનું અભિયાન જારી છે. આ માટે ડ્રોન અને હેલીકોપ્ટરની મદદ લેવાઇ રહી છે. ડ્રોનના ફુટેજમાં એક આતંકવાદી શરણ મેળવવા માટે ભાગતો દેખાઇ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે અથડામણમાં 19 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ અધિકારી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધોંચક, જમ્મૂ-કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ હુમાયુ ભટ્ટ અને સેનાના અન્ય એક જવાન શહીદ થયા હતા.

આ પણ વાંચોઃ ‘વન નેશન વન ઈલેક્શન’ને લઈને રામનાથ કોવિંદે આપ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાશે પ્રથમ બેઠક

Back to top button