- બંગાળનો ભેજ સરક્યુલેટ થતા ભારે વરસાદ લાવી શકે છે
- આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી
- અમદાવાદ-વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં ત્રણ સિસ્ટમની અસર તળે હવે 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં 17થી 20 જુલાઈ મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે. તથા 19-20 જુલાઈએ મધ્ય ગુજરાત, અમદાવાદમાં વરસાદની વકી છે. તેમજ બંગાળનો ભેજ સરક્યુલેટ થતા ભારે વરસાદ લાવી શકે છે.
સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી
મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ-વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય આધાર તેમજ ગ્રહોના આધારે જોતા આગામી જુલાઈ માસના અંત સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે. રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે. જેમાં આગામી 6 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી
આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તથા સુરત, નવસારી, વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે 19 જુલાઇએ પોરબંદર, જુનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ પડશે સાથે જ ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જુલાઈ-2023ની તા.20થી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવશે તેથી વરસાદ સારો પડવામાં છે. એટલે પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહે. પુષ્ય નક્ષત્રના વરસાદનું પાણી ખેતીપાકો માટે સારું ગણાય છે. તા.19-20માં મધ્ય ગુજરાત, અમદાવાદના ભાગો પૈકી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહે. જુલાઈ તા.23 થી 26 અને 28 જુલાઈથી ઓગસ્ટ તા.3 સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.