એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરાની ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળ્યો, તપાસ શરૂ

Text To Speech

વડોદરા, 24 જાન્યુઆરી : અગાઉ દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદમાં ધમકી મળી હતી ત્યારબાદ હવે વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ જાણીતી નવરચના સ્કૂલના પ્રિન્સપાલને મોકલવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરાતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વનું છે કે, નવરચનાની વડોદરામાં ત્રણ સ્કૂલો આવેલી છે.

પોલીસની ટીમ દોડતી થઈ

જાણવા મળ્યા મુજબ, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી નવરચનાની એક અને સમા વિસ્તારમાં આવેલી તેની અન્ય બે સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મેઈલથી મળી હોવાનું જાણવા મળ્યું છે. બોમ્બની ધમકીની મળ્યાનું પોલીસને જાણ થતાં જ બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ત્રણેય શાળાઓએ ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.

હાલમાં પણ તપાસ ચાલી રહી છે હજુ કંઈ વાંધાજનક મળી આવ્યું નથી ત્યારે બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં ભાયલી ખાતે આવેલ નવરચના યુનિવર્સિટી તેમજ સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાલયનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :- પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, આ નિર્ણય ઉપર કોર્ટે મુક્યો સ્ટે

Back to top button