ઉત્તર ગુજરાતગુજરાત

થરાદ : કેનાલમાં મહિલાનો ત્રણ બાળકો સાથે સામુહિક આપઘાત

Text To Speech

પાલનપુર : થરાદના સણધર ગામ પાસેની મુખ્ય નર્મદા નહેરના પુલ નજીક એક મહિલાએ તેના ત્રણ બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. સાંજ સુધીમાં ત્રણ બાળકોની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. મહિલાની હજુ શોધખોળ ચાલી રહી છે.

થરાદ ફાયરટીમના તરવૈયા સુલતાન મીરના જણાવ્યા અનુસાર ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે, સણધર ગામના પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે કોઈ દંપતી પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. તેવી જાણ કરતાં ફાયરટીમ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, વાવ તાલુકાના દેથળી ગામની પરીણિત મહિલાએ પોતાના સંતાનો સાથે મુખ્ય નર્મદા નહેર ઉપર આવી આપઘાત કર્યો હોવાનું અનુમાનથી જણાઈ આવ્યું છે. જ્યારે સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કર્યો જતો.

ત્રણ બાળકોની લાશ મળી

દરમ્યાન થરાદ પાલિકાના તરવૈયા સુલતાન મીરે બે કલાકની શોધખોળ કરતા બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ તરવૈયા દ્વારા ફરી ત્રણ કલાક સુધી આગળની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોડી સાંજે વધુ એક બાળકની લાશ મળી હતી.પરંતુ મહિલાની કોઇ ભાળ ના મળતાં અંતે નગરપાલિકાની ફાયર ટીમ પરત ફરી હતી.

થરાદ

સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આ ઘટનામાં અન્ય એક યુવક પણ કેનાલમાં પડ્યો હોવાની ચર્ચા પંથકમાં શરૂ થઈ છે. આમ પાંચ લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

Back to top button