સુર્યગ્રહણ પર ત્રણ ગ્રહ એક નક્ષત્રમાંઃ આજના દાનનું હોય છે ખાસ મહત્ત્વ
- ભારતીય સમય અનુસાર સવારે 7.04 મિનિટથી બપોરે 12.29 વાગ્યા સુધી આ ગ્રહણ લાગુ પડશે.
- ગ્રહણનો કુલ સમય ગાળો 5.25 મિનિટનો રહેશે. આ વખતે સુર્ય ગ્રહણ હાઇબ્રિડ સુર્યગ્રહણ હશે.
- સુર્ય, ચંદ્રમા અને રાહુ ત્રણ ગ્રહ એક જ નક્ષત્રમાં છે. તે ગ્રહણના સમયે અશ્વિની નક્ષત્રમાં રહેશે.
સંવત 2080નું પહેલુ સુર્યગ્રહણ ચૈત્ર અમાસ 20 એપ્રિલ 2023ના રોજ લાગી રહ્યું છે. ભારતીય સમય અનુસાર સવારે 7.04 મિનિટથી બપોરે 12.29 વાગ્યા સુધી આ ગ્રહણ લાગુ પડશે. ગ્રહણનો કુલ સમય ગાળો 5.25 મિનિટનો રહેશે. આ વખતે સુર્ય ગ્રહણ હાઇબ્રિડ સુર્યગ્રહણ હશે, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખાસ છે. આ ગ્રહણ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગમાં જોવા મળશે.
ગ્રહોની વાત કરીએ તો આ વખતે સુર્ય, ચંદ્રમા અને રાહુ ત્રણ ગ્રહ એક જ નક્ષત્રમાં છે. આ ત્રણે ગ્રહ ગ્રહણના સમયે અશ્વિની નક્ષત્રમાં રહેશે. અશ્વિની કુમાર આ નક્ષત્રના સ્વામી છે.
દાનનું કેમ હોય છે મહત્ત્વ?
ત્રણેય ગ્રહો એક જ નક્ષત્રમાં હોવાના કારણે સુર્યગ્રહણ અને અમાસના દિવસે દાનનું પુણ્ય વધી જાય છે. આ દાનથી ઘરમાં રોગનો નાશ થાય છે. આ સુર્યગ્રહણ ભુમંડળ પર થઇ રહ્યુ છે, પરંતુ ભારતમાં દેખાશે નહીં. તેથી સુતકકાળ લાગુ પડશે નહીં. સુર્યની વ્યાપક અસર હોય છે અને આ ઘટના બ્રહ્માંડમાં ક્યાંકને ક્યાંક તો બની જ રહી છે. તેથી પૂજન, દાન વગેરે કર્મ કરવાનું ખૂબ મહત્ત્વ હોય છે.
આ પણ વાંચોઃ કેસર કેરીના રસીકો માટે ખુશખબર, તાલાલા ખાતે કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ