અમદાવાદમાં વેપારી સાથે ત્રણ શખ્સોએ રાજસ્થાનના ઉદેપુરમાં રિસોર્ટ બનાવવાનું કહી કરોડોની ઠગાઈ કરી
- વેપારીએ ત્રણેય સામે બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી
- ઉદયપુરમાં રિસોર્ટ શરૂ કરવાના નામે વેપારી પાસેથી રૂપિયા ખંખેર્યા
- મણિપુરમાં રહેતા અમરેન્દ્રપોલસિંહ બોપલમાં ઇન્ટીરીયર ડેકોરેશનના સામાનનો ધંધો કરે છે
અમદાવાદમાં વેપારી સાથે ત્રણ શખ્સોએ રાજસ્થાનના ઉદેપુરમાં રિસોર્ટ બનાવવાનું કહી કરોડોની ઠગાઈ કરી છે. જેમાં બોપલમાં વેપારી સાથે 3 ભાગીદારોએ રૂપિયા 2.86 કરોડની ઠગાઈ આચરી છે. વેપારીએ ત્રણેય સામે બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.
આ પણ વાંચો: ગુજરાત: 11 ક્ષેત્રોમાં ભાજપ નવા ચેહરા ચૂંટણીમાં ઉતારશે, જાણો કોને મળશે તક
ઉદયપુરમાં રિસોર્ટ શરૂ કરવાના નામે વેપારી પાસેથી રૂપિયા ખંખેર્યા
ઉદયપુરમાં રિસોર્ટ શરૂ કરવાના નામે વેપારી પાસેથી રૂપિયા ખંખેર્યા હતા. કંટાળીને વેપારીએ ત્રણેય શખ્સો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે. બોપલમાં વેપારી સાથે ત્રણ શખ્સોએ રાજસ્થાનના ઉદેપુરમાં રિસોર્ટ બનાવવાનું કહીને ભાગીદારી પેઢી ખોલી હતી. જેમાં રાજસ્થાનના જેની જમીન હતી તે પિતા-પુત્ર પણ ભાગીદાર તરીકે રહ્યા હતા. બાદમાં ત્રણ શખ્સોએ વેપારી પાસેથી ડેવલોપમેન્ટ માટે તેમજ જમીન વેચવાનું તેમજ પૈસાની જરૂરિયાત હોવાનું કહીને રૂ. 2.86 કરોડ લઇ લીધા હતા. બાદમાં જમીનનો દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો અને રૂપિયા પણ પરત આપ્યા ન હતા.
આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
મણિપુરમાં રહેતા અમરેન્દ્રપોલસિંહ બોપલમાં ઇન્ટીરીયર ડેકોરેશનના સામાનનો ધંધો કરે છે. વર્ષ 2020માં તેમને નારણપુરા વિજયનગરમાં આવેલી ન્યૂ શારદા સોસાયટીમાં રહેતા ભાવીન શાહ સાથે પરિચય થયો હતો. ભાવીન શાહે અમરેન્દ્રપોલને કહ્યું હતું કે ઉદયપુરમાં એક જમીન પર રિસોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ છે. જેમાં ભાગીદારી કરવાથી સારૂ વળતર મળશે. ત્યાર પછી તે રાજસ્થાનના ધરમસિંહ સુહાલકા અને તેના પુત્ર અંસુલ સુહાલકા નામના બે વ્યક્તિને મળવા લાવ્યો હતો. તેમણે ઉદયપુરમાં રિસોર્ટ શરૂ કરવા માટેની ઓફર મુકી હતી. જેથી અમરેન્દ્રપોલ 15 ટકા ભાગીદાર સાથે જોડાયા હતા. તે પછી જમીન પર ખાતમૂર્હત કરીને વિવિધ ખર્ચ પેટે તેમજ અન્ય દસ્તાવેજના કામ માટે અલગ અલગ અલગ સમયે કુલ 2.86 કરોડની રકમ ઓનલાઇન લઇ લીધી હતી અને બાદમાં નાણાંકીય હિસાબ કરવાની ખાતરી આપી હતી. જો કે અચાનક ભાવીન શાહે ભાગીદારીમાંથી બહાર નીકળવાનું કહ્યું હતુ અને ધરમસિંહ અને તેના પુત્રએ દસ્તાવેજમાં સહી કરી નહોતી. જેથી અમેન્દ્રપાલે તેના નાણાં પરત માંગતા નાણાં આપવાની ના કહી હતી. જેથી આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.