ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 884 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 770 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5270 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,30,470 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,959 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસના આંકડા
જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 324 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 69, સુરત કોર્પોરેશનમાં 51 અને એકનું મોત થયું છે, મહેસાણામાં 49, ગાંધીનગર 44, કચ્છ 37, ગાંધીનગર કોર્પોરેશનમાં 35, રાજકોટ કોર્પોરેશનમાં 25, સુરત 21, પાટણ 20, રાજકોટ 20, આણંદ, સાબરકાંઠા અને વલસાડમાં 15-15-15 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશનમાં 14 કેસ અને એકનું મોત થયું છે. નવસારીમાં 14, બનાસકાંઠામાં 13, ભરૂચ 11, દેવભૂમિ દ્વારકા 11, જામનગર કોર્પોરેશનમાં 10 અને સુરેન્દ્રનગરમાં 10 એમ કુલ 884 કેસ નોંધાયા છે.