ગુજરાતટોપ ન્યૂઝ

‘મોતનો ગેમ ઝોન’ ચલાવતા ત્રણ માલિકોની અટકાયત, મેનેજર સહીતનાની શોધખોળ

Text To Speech
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડીરાતે રાજકોટ આવશે
  • PM મોદીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, CM સાથે સતત સંપર્કમાં
  • રાજકોટમાં મૃતકોના પરિજનોને મળશે અને અધિકારીઓ સાથે બેઠક કરશે
  • મૃતકોને સહાયની જાહેરાત, તપાસ માટે SITની રચના
  • મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.50 હજાર આપશે
  • દુર્ઘટનમાં 22થી વધુના મૃત્યુ નિપજ્યા

રાજકોટ, 25 મે : રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં 22થી વધુના મૃત્યુ થયા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકોને રૂ.4 લાખ તથા ઇજાગ્રસ્તોને રૂ.50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. આ ઘટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે, તેઓએ મુખ્યમંત્રી સાથે વાત કરી ઘટનાની માહિતી મેળવી હતી. આ ઉપરાંત ઘટનાની તપાસ માટે SIT ની પણ રચના કરાઈ છે. દરમિયાન જાણવા મળ્યું છે કે રાજ્યના ગર્યહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ જવા રવાના થઇ રહ્યા છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ કાલે રાજકોટ આવે તેવી સંભાવના છે. આ બનાવમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગેમઝોનના ત્રણ સંચાલકોની અટકાયત કરી છે જયારે મેનેજર સહીત બેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આઇપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં SIT કરશે તપાસ

રાજકોમાં હૈયું હચમચાવતી ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરી તપાસના આદેશ આપ્યા છે. આ સીટ ટીમમાં રાજ્યના કડક છબી ધરાવતા આઇપીએસ સુભાષ ત્રિવેદીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેની નીચે રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હાલના ટેક્નિકલ એજ્યુકેશન કમિશનર બંછાનીધી પાની, ફોરેન્સીક સાયન્સ ડાયરેક્ટર એચ.પી.સંઘવી સહીત 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેઓ આ અંગેનો પ્રાથમિક અહેવાલ 72 કલાકમાં તેમજ વિગતવાર અભ્યાસલક્ષી અહેવાલ 10 દિવસમાં સરકાર સમક્ષ રજૂ કરે તેવી સૂચના આપવામાં આવી છે.

પીએમ મોદી, અમિત શાહ સહિતનાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)


શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)


ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે પહેલા 2 બાળકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી હતી.

ત્યારે હવે આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 22 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

હાલ, ફાયરના જવાનો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગેમઝોનના પહેલા માળેથી તમામ મૃતદેહો બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હવે ગેમ ઝોનના બીજા માળે તપાસ કરવામાં આવી રહી છે.

તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે.

Back to top button