અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

IPC, CRPC, એવિડન્સ એક્ટના સ્થાને ત્રણ નવા ફોજદારી કાયદા 1 જુલાઈથી અમલમાં આવશે

Text To Speech
  • ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લેશે સ્થાન

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં IPC, CRPC અને એવિડન્સ એક્ટના સ્થાને ત્રણ નવા ફોજદારી કાયદા 1 જુલાઈથી અમલમાં આવશે. આ ત્રણ નવા ફોજદારી કાયદા જેવા કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જે અનુક્રમે ભારતીય દંડ સંહિતા (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) અને ભારતીય પુરાવા અધિનિયમ(એવિડન્સ એક્ટ)નું સ્થાન લેશે. જે આ વર્ષે 1 જુલાઈથી અમલમાં મૂકવામાં આવશે.

જાણો આ નવા કાયદાઓ વિશે:

THE_BHARATIYA_SAKSHYA__SECOND__BILL__2023

THE_BHARATIYA_NAGARIK_SURAKSHA__SECOND__SANHITA__2023

THE_BHARATIYA_NYAYA__SECOND__SANHITA__2023

લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયાં બાદ પ્રમુખની સંમતિ મળી હતી

ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટેના ત્રણ બિલોને ડિસેમ્બર 2023માં ભારતના પ્રમુખની સંમતિ મળી હતી અને આ ફેરફાર(વિકાસ)ની સૂચના રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પર આપવામાં આવી હતી. વધુ તપાસ માટે ભાજપના રાજ્યસભાના સાંસદ બ્રિજલાલની આગેવાની હેઠળની સંસદીય સમિતિને મોકલવામાં આવે તે પહેલાં ત્રણ ખરડાઓ સૌપ્રથમ 11 ઓગસ્ટ, 2023ના રોજ લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય બિલ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ બિલ 21 ડિસેમ્બરે રાજ્યસભામાં પસાર થયા પહેલા તેમને 20 ડિસેમ્બરે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.

ભારતીય ન્યાય સંહિતાની કલમ 106ની પેટા કલમ (2) કે જે ‘વાહન ચલાવવા અને વાહન બેદરકારીપૂર્વક ચલાવવાથી વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે’ તેને સંબંધિત છે, જે હાલ માટે અટકાવી દેવામાં આવી છે. આ જોગવાઈએ દેશના ઘણા ભાગોમાં વિરોધને આમંત્રણ આપ્યું હતું. આ એટલા માટે હતું કારણ કે તે આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો માટે મહત્તમ જેલની સજા વધારીને દસ વર્ષ કરતી હતી. જેઓ પોલીસ અથવા મેજિસ્ટ્રેટને જાણ કરવાને બદલે ગુનાના સ્થળેથી ભાગી જાય છે.

આ પણ જુઓ: યુપી પોલીસ ભરતી પરીક્ષા રદ, ઉમેદવારોના વિરોધ બાદ સીએમ યોગીએ લીધો નિર્ણય

Back to top button