રાજધાની દિલ્હીમાં મંકીપોક્સના 3 નવા કેસ નોંધાયા છે. હાલમાં દિલ્હીમાં મંકીપોક્સના કેસોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. માહિતી અનુસાર, હાલમાં દિલ્હીની લોકનાયક જયપ્રકાશ સિવિલ હોસ્પિટલ (LNGP) હોસ્પિટલમાં મંકીપોક્સના પાંચ દર્દીઓ દાખલ છે અને હાલમાં ત્યાં કોઈ શંકાસ્પદ દર્દી દાખલ નથી.
નોડલ હેલ્થ સેન્ટરથી LNGP હોસ્પિટલ
દિલ્હીમાં મંકીપોક્સનો 9મો કેસ 30 વર્ષીય નાઈજિરિયન મહિલા તરીકે ઓળખાયો હતો. રાજધાની દિલ્હીમાં મંકીપોક્સ ચેપથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે એલએનજેપી હોસ્પિટલને નોડલ હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, રવિવારે એક 30 વર્ષીય નાઈજીરિયન વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. મંકીપોક્સ એક વાયરલ ઝૂનોટિક રોગ છે. આ રોગમાં, દર્દીને તાવ, ચામડીના જખમ, લિમ્ફેડેનોપથી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, શરદી અથવા પરસેવો, અને ગળામાં દુખાવો અને ઉધરસ જેવા સામાન્ય લક્ષણો છે.
પહેલો કેસ 24 જુલાઈએ દિલ્હીમાં સામે આવ્યો હતો
મંકીપોક્સ વાયરસનો પ્રકોપ મેના પ્રારંભથી થયો હતો અને તે પછી આ રોગ વિશ્વના 20 થી વધુ દેશોમાં ફેલાયો છે. ભારતમાં જુલાઈ મહિનામાં મંકીપોક્સ રોગે દસ્તક આપી હતી.
ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ 14 જુલાઈએ નોંધાયો હતો અને રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ 24 જુલાઈએ નોંધાયો હતો. આ પછી, રાજધાનીમાં ઘણા કેસ નોંધાયા અને ઘણા લોકો આ રોગથી સાજા પણ થયા.