ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

વધુ ત્રણ ભારતરત્નઃ કોણ છે એ મહાનુભાવો? કોણે શું પ્રતિભાવ આપ્યા?

નવી દિલ્હી, 09 ફેબ્રુઆરી : નરેન્દ્ર મોદી સરકારે આ વર્ષે પ્રથમ વખત 5 વ્યક્તિઓને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પુરી ઠાકુર, ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, હરિયાળી ક્રાંતિના જનક એમએસ સ્વામીનાથન, પીવી નરસિમ્હા રાવ, ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહનો સમાવેશ થાય છે.

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ (મરણોત્તર) થી સન્માનિત કરવામાં આવશે. થોડા દિવસ પહેલા જ મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણી અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. આ ખાસ દિગ્ગજો કોણ છે જેને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ચાલો જાણીએ..

ચૌધરી ચરણ સિંહ

ઉત્તર પ્રદેશના મેરઠમાં 1902માં જન્મેલા ચરણ સિંહ 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી વડાપ્રધાન હતા. તેઓ સૌપ્રથમ 1937માં છપ્રૌલીથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમણે 1946, 1952, 1962 અને 1967માં મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ બે વાર ઉત્તર પ્રદેશના પ્રથમ 1967માં અને પછી 1970માં મુખ્યમંત્રી પણ રહ્યા હતા.

ચૌધરી સાહેબનું અજોડ કાર્ય

જમીનદારી નાબૂદી કાયદો
પટવારી રાજમાંથી આઝાદી
એકત્રીકરણ અધિનિયમ
કૃષિ આવક આવકવેરા મુક્ત
વાયરલેસ પોલીસ પેટ્રોલિંગ
જમીન ખાતાવહી અપાવી
કૃષિ પેદાશોની આંતર-રાજ્ય અવરજવર પરનો પ્રતિબંધ દૂર કર્યો
જ્ઞાતિવાદના કટ્ટર વિરોધી હતા
જાતિવાદનો અંત લાવવા આંતર-જ્ઞાતિ લગ્નને પ્રોત્સાહન

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ RLD ચીફ અને ચરણસિંહના પૌત્ર જયંત ચૌધરીએ વડાપ્રધાનની પ્રશંસા કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ દેશની મૂળ ભાવનાને સમજે છે અને તેના વિઝનની પણ પ્રશંસા કરે છે.

પી વી નરસિમ્હા રાવ

પૂર્વ પીએમ પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. પીવી નરસિમ્હા રાવ 21 જૂન 1991 થી 16 મે 1996 સુધી વડાપ્રધાન હતા. તેનો જન્મ 1921માં આંધ્રપ્રદેશના કરીમનગરમાં થયો હતો અને તેણે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી, બોમ્બે યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. એક કૃષિવિદ અને વકીલ અને વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. પીવી નરસિમ્હા રાવ દેશના 9મા વડાપ્રધાન હતા. તેમને દેશમાં આર્થિક સુધારાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પીવી નરસિમ્હા રાવ રાજકારણ ઉપરાંત કલા, સંગીત અને સાહિત્ય વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સારી સમજ ધરાવતા હતા. તે ઘણી ભાષાઓ પણ જાણતા હતા.

પૂર્વ વડાપ્રધાનના પૌત્ર એનવી સુભાષ રાવે ખુશી વ્યક્ત કરી અને નરસિંહ રાવને ભારત રત્ન આપવા બદલ પીએમ મોદીની પ્રશંસા કરી. NV સુભાષ રાવે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે “હું ખરેખર ખૂબ જ ખુશ છું કે લાંબા સમય પછી નરસિમ્હા રાવને ભારત રત્ન મળ્યો છે.”

નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવા પર તેમની પુત્રી સુરભી વાણી દેવીએ કહ્યું, “આ ખૂબ જ આનંદની ક્ષણ છે. ગ્રેટ રિકગનીશન… હું ખૂબ જ ઉત્સાહિત છું…”

સોનિયા ગાંધીએ માત્ર ત્રણ શબ્દોમાં આપ્યો પ્રતિભાવ

નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીને પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા તો તેમણે કહ્યું કે અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

એમ એસ સ્વામીનાથન

એમ એસ સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ, 1925ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેમનું પૂરું નામ મનકોમ્બુ સંબાશીવન સ્વામીનાથન હતું.1972 અને 1979 ની વચ્ચે ડૉ. સ્વામીનાથને ભારતીય કૃષિ સંશોધન પરિષદના મહાનિર્દેશક અને ભારત સરકારના કૃષિ સંશોધક અને શિક્ષણ વિભાગના સચિવ તરીકે કામ કર્યું હતું. કૃષિ જગતમાં તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેમને 1971માં રેમન મેગ્સેસે એવોર્ડ ફોર કોમ્યુનિટી લીડરશીપ અને 1987માં વર્લ્ડ ફૂડ એવોર્ડ સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. તેમને 1967માં પદ્મશ્રી, 1972માં પદ્મ ભૂષણ અને 1989માં પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

દિલ્હીનું આ ગામ આજે પણ કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને યાદ કરે છે 

સાઠના દાયકામાં જ્યારે દેશ ખાદ્યપદાર્થોની કટોકટીનો સામનો કરી રહ્યો હતો ત્યારે ડૉ. સ્વામિનાથને ગ્રામજનોને કહ્યું હતું કે મારું સપનું છે કે તમે ખેતીમાં એટલા સમૃદ્ધ બનો કે ગામના દરેક ઘરની બહાર એક કાર પાર્ક કરેલી હોય.જોન્ટી ગામ દિલ્હીના લુટિયન ઝોનથી લગભગ 50 કિમી દૂર આવેલું છે. લગભગ દસ હજારની વસ્તી ધરાવતું આ ગામ હરિત ક્રાંતિ શરૂ કરનાર પ્રથમ ગામ છે. 1967ની બીજ પ્રયોગશાળાની ઇમારત આજે પણ અહીં છે, જ્યાંથી લાખો ખેડૂતોને હરિયાળી ક્રાંતિ દરમિયાન ઘઉંના બીજ આપવામાં આવ્યા હતા. આ એક ખૂબ જ નાની ઇમારત છે, પરંતુ તે હરિયાળી ક્રાંતિ દરમિયાન એક મોટા પ્રતીક તરીકે જાણીતી હતી. એક સમયે જોન્ટી સીડ કોર્પોરેશન હતું, આ સીડ રિફાઈનરીનું ઉદ્ઘાટન તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું અને 1968માં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. આજે પણ ત્યાંનાં લોકો ડૉ. સ્વામીનાથન અને તે સમયને યાદ કરે છે.

લાલ કૃષ્ણ અડવાણી

પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી 1986-90, 1993-98 અને 2004-05 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. લગભગ ત્રણ દાયકા સુધી ફેલાયેલી સંસદીય કારકિર્દીમાં અડવાણીએ 1999 થી 2004 સુધી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કેબિનેટમાં પહેલા ગૃહ પ્રધાન અને પછી નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

કર્પૂરી ઠાકુર

બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને સૌથી પહેલા ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કર્પૂરી ઠાકુર 1970ના દાયકામાં બે વાર બિહારના મુખ્યપ્રધાન બન્યા હતા, પ્રથમ ડિસેમ્બર 1970થી જૂન 1971 અને પછી ડિસેમ્બર 1977થી એપ્રિલ 1979 સુધી. તેઓ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સહિત રાજ્યના વર્તમાન પેઢીના ઘણા નેતાઓના માર્ગદર્શક પણ હતા.

આ પણ વાંચો : ભારત રત્ન’ અને પદ્મ પુરસ્કારો કઈ ધાતુમાંથી બને છે? અને તેને કોણ બનાવે છે?

Back to top button