- આંધ્રપ્રદેશની ચોંકાવનારી ઘટના
- બાળકીનો હજુ સુધી નથી મળ્યો મૃતદેહ
નંદ્યાલા, 11 જુલાઈ : આંધ્રપ્રદેશમાંથી એક હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં નંદ્યાલા જિલ્લામાં આઠ વર્ષની એક સ્કૂલની બાળકી સાથે પહેલા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા નિપજાવવામાં આવી. આ પછી આરોપીઓને લાશને સિંચાઈની કેનાલમાં ફેંકી દીધી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બાળકી પર કથિત રીતે સામૂહિક બળાત્કાર અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ શાળાના 12 અને 13 વર્ષની વયના ત્રણ સગીરોએ જ કર્યો હતો.
હજુ સુધી નથી મળ્યો મૃતદેહ
આ ઘટના આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીથી 300 કિલોમીટર દૂર મુચુમારીમાં બની હતી. પોલીસે જણાવ્યું કે બાળકીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકી રવિવારથી ગુમ છે. બાળકી મુચુમારી પાર્કમાં રમવા ગઈ હતી. જે બાદ તે ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. જે બાદ પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આના પર પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી હતી.
આ પણ વાંચો : 1.5 લાખથી વધુ પગાર જોઈએ છે તો આ સરકારી બેંકમાં ફટાફટ કરો અરજી, આ તક ચૂકશો નહિ
શ્વાને આરોપીઓને શોધી કાઢ્યા
પોલીસે બાળકીને શોધવા માટે શ્વાનની મદદ લીધી હતી. શ્વાન તેને ત્રણ સગીરો તરફ લઈ ગયો. તેમાંથી બે 12 વર્ષની ઉંમરના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ છે. અને એક સાતમાં ધોરણનો છે તેની ઉંમર 13 વર્ષની છે. આ ત્રણેય એ જ શાળાના વિદ્યાર્થીઓ છે જેમાં બાળકી અભ્યાસ કરતી હતી.
પુછપરછ દરમિયાન વિદ્યાર્થીઓએ ઘટનાની કબૂલાત આપી
અધિકારીઓએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીઓએ બાળકી સાથે બળાત્કાર અને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, તેઓએ બાળકીને પાર્કમાં એકલી રમતી જોઈ. બાદમાં તે પોતે પણ તેની સાથે રમવા લાગ્યા હતા. તેણીને વાતચીતમાં સામેલ કર્યા પછી, તેઓ તેને મુચુમરી ડેમ નજીકના નિર્જન વિસ્તારમાં લઈ ગયા અને તેના પર બળાત્કાર ગુજાર્યો. વધુમાં કહ્યું કે બાદમાં તેમને ચિંતા હતી કે જો બાળકીએ તેના માતા-પિતાને આ વિશે જણાવ્યું તો તેઓ મુશ્કેલીમાં આવી શકે છે. જેથી તેની હત્યા કરી લાશ નજીકની કેનાલમાં ફેંકી દીધી હતી
આ પણ વાંચો : સાસુ-સસરા અથવા માતા-પિતા સાથે સમય પસાર કરો તો મળશે રજાનો લાભ! જાણો વિગતો