ત્રણ લગ્નો અને ત્રણ છૂટાછેડા, બ્રિટનની આ સિંગરે પોતાની સાથે જ કરી લીધા લગ્ન
બ્રિટન, 23 ઓકટોબર, દુનિયાના સૌથી ચર્ચિત સેલેબ્સમાંથી એક બ્રિટની સ્પીયર્સના લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ જ ચર્ચામાં છે. કારણકે બ્રિટનીએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પરંતુ તે સાચું છે. તેણે વ્હાઈટ હેવી એમ્બ્રોઈડરી ગાઉનમાં પોતાના લગ્નની તસવીરો શેર કરી છે. સિંગરે કહ્યું કે આ મારા જીવનનું અત્યાર સુધીનું સૌથી શાનદાર કામ છે. એટલું જ નહીં બ્રિટનીએ પોતાની સાથે સોલો હનીમૂન પણ સેલિબ્રેટ કર્યું છે. બ્રિટનીએ એક નાઈટ ગાઉનમાં પોતાનો વીડિયો શેર કર્યો છે. જેમાં ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
“The day I married myself. Bringing it back because it might seem embarrassing or stupid, but I think it’s the most brilliant thing I’ve ever done!!!” — Britney Spears pic.twitter.com/h3mh9ylx8S
— Aaron 🩵 (@ABeardedHero) October 21, 2024
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી જાહેરાત
‘પોપ આઈકોન’ કહેવાતી અમેરિકન સિંગર બ્રિટની સ્પીયર્સનું ઈન્સ્ટાગ્રામ જોઈને ફેન્સ પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા છે. બ્રિટનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા કહ્યું કે તેણે પોતાના સાથે લગ્ન કરી લીધા છે. બ્રિટનીએ એક ગાઉનમાં પોતાનો વીડિયો અને અમુક ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. પોતાની પોસ્ટમાં તેણે કહ્યું કે તેની પાસે કરવા માટે કંઈ ન હતું તો તેણે પોતાની સાથે લગ્ન કરી લીધા. આ નાઈટ ગાઉનમાં બ્રિટનીનો આ પહેલો વીડિયો નથી. તેણ પહેલા પણ આવા વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. અને આવું એક વખત નહીં પરંતુ થોડા દિવસોમાં બ્રિટનનીએ આવા વીડિયો શેર કર્યા છે.
બ્રિટની સ્પિયર્સના ઘણાં રિલેશનશિપ નિષ્ફળ ગયા છે. તેણે તાજેતરમાં જ તેના 14 મહિનાના લગ્નનો અંત લાવ્યો હતો. તેણે મે 2023માં સેમ અસગરી સાથે છૂટાછેડા લીધા હતા. બ્રિટની વાઈટ ગાઉન પહેરીને આ વીડિયોમાં અલગ અલગ પોઝ ટ્રાય કરતી જોવા મળી રહી છે. પોતાની આ પોસ્ટના કેપ્શનમાં તેણે આગળ લખ્યું, “હું બોર થઈ રહી હતી મને લાગ્યું કે લગ્ન કરી લેવા જોઈએ આ ક્રેઝી તો નથી? અથવા તો આ બધાનો કંઈ મતબલ છે? પરંતુ હું હજુ પણ પોતાના પતિની સાથે લગ્નમાં છું. ” કેપ્શનમાં બ્રિટનીએ ઈશારો પોતાના પતિ સૈમ અસગરીની તરફ કર્યો જેના સાથે તેણે આ વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા.
બ્રિટની સ્પીયર્સે પ્રથમ લગ્ન 2004માં જેસન એલેક્ઝાન્ડર સાથે કર્યા હતા. પરંતુ પ્રથમ લગ્ન માત્ર 55 કલાક ચાલ્યા! એટલે કે લગ્નના બીજા દિવસે જ સંબંધ તૂટી ગયો. તે જ વર્ષે, તેણીએ ગાયક કેવિન ફેડરલાઇન સાથે લગ્ન કર્યા. આ સંબંધથી તેને બે બાળકો છે. ત્રણ વર્ષ બાદ 2007માં આ કપલ અલગ થઈ ગયું હતું. આ પછી બ્રિટનીએ એક્ટર અને મોડલ સેમ અસગરી સાથે લગ્ન કર્યા. સેમ બ્રિટ્ટેની કરતા 12 વર્ષ નાનો છે. પરંતુ ગયા વર્ષે બંને અલગ થઈ ગયા હતા. લગ્નના સમાચારને કારણે તેમનું જીવન વિવાદોથી ઘેરાઈ ગયું હતું અને તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો..દુનિયાનું સૌથી મોંઘી ક્લબ… 885 અબજોપતિઓનું છે ઘર, ઝકરબર્ગ સહિતના આ દિગ્ગજો છે સભ્ય