ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલા BJP સામે બળવો કરનાર અપક્ષના ત્રણ ધારાસભ્યોએ હવે ભાજપને ટેકો આપ્યો

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરનાર અપક્ષના ત્રણ નેતાઓએ આજે ભાજપને ટેકો જાહેર કર્યો છે. ધાનેરા, બાયડ અને વાઘોડીયાના ધારાસભ્ય રાજ્યપાલને મળી ભાજપને ટેકો જાહેર કરશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે જીત મેળવી છે. ત્યારે ભાજપનાના નેતાઓને વિધાનસભાની ચૂંટણીમા ટિકિટ ન મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જીત પણ મેળવી હતી. જે બાદ આજે 15મી વિધાનસભાનું એક દિવસીય પ્રથમ સત્ર મળવા જઈ રહ્યું છે તે પહેલા અપક્ષના ત્રણેય ધારાસભ્ય ભાજપ સાથે જોડાઇ રહ્યા છે.

અપક્ષ ઉમેદવાર-humdekhenge news
અપક્ષ ઉમેદવાર

ત્રણ ધારાસભ્યએ ભાજપને ટેકો જાહેર કર્યો

બાયડ વિધાનસભાના ધવલસિંહ ઝાલા અપક્ષમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. જેમણે ચૂંટણી લડવા માટે ભાજપ માંથી બાયડ સીટ પર ટીકીટની માગણી કરી હતી. પરંતુ ભાજપે ભીખીબેન પરમારને ટીકીટ આપી દેતા નારાજ ધવલસિંહ ઝાલાએ અપક્ષમાં ફોર્મ ભર્યુ હતુ. જો કે, કોગ્રેસના મહેન્દ્રસિંહ વાધેલા અને ભાજપના ભીખીબેન પરમાર પ્રત્યે મતદારોની નારાજગીને લઇને ધવલસિંહને સીધો ફાયદો થયો અને વિજેતા બન્યા હતા. જે બાદ આજે ધારાસભ્ય ભાજપ સરકારને ટેકો જાહેર કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં નવી સરકારના પ્રથમ સત્રમાં આ બિલ રજૂ થશે

માવજી દેસાઇ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાશે

આ સાથે ધાનેરા સીટ પરથી માવજી દેસાઇ જેઓ વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા હતા. પણ 2022માં માવજી દેસાઇએ ટીકીટ ન આપતાં અપક્ષ ચુંટણી લડ્યા હતા. હવે આજે તેઓ પણ વિધિવત રીતે ભાજપને ટેકો જાહેર કરી રહ્યા છે. આવી જ રીતે વાધોડિયા સીટના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાધેલા પણ ભાજપને ટેકો જાહેર કરશે.

Back to top button