કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સુરેન્દ્રનગરના બુબવાણા પાસે ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ શ્રમિકોના મૃત્યુ

Text To Speech

સુરેન્દ્રનગર, 12 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગરના બુબવાણા પાસે શ્રમિકો ભરેલી ટ્રેકટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં અકસ્માત થયો હતો. વીજ શોક લાગતાં મધ્યપ્રદેશના ત્રણ શ્રમિકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતાં. તે ઉપરાંત 6 શ્રમિકો દાઝી જતાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ટ્રેક્ટરમાં બેસીને શ્રમિકો ખેતરમા કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

સુરેન્દ્રનગરના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના થઈ છે. ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં વીજ શોકથી ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ 6 શ્રમિકો દાઝી ગયા છે. દસાડા પીએસઆઈ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો. દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય શ્રમિકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતાં.

ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા
જ્યારે ઈજાગ્રસ્ત શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વીરમગામ હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો. પાટડી પ્રાંત કલેકટર અને મામલતદાર સહિતનો સ્ટાફ પણ બુબવાણા ગામે જવા રવાના થયો હતો.

બુબવાણા ગામના સરપંચે લેખિતમાં રજૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે, બુબવાણા ગામના સરપંચે અગાઉ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પીજીવીસીએલને આ નીચા વાયરો અંગે લેખિત રજૂઆત કરી હતી, છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યાં હતા. શ્રમિકો ભરેલ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામમાંથી ખેતરે પહોંચે એ પહેલા રસ્તામાં જ આ ગોઝારી ઘટના બની હતી.

આ પણ વાંચોઃઅમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોએ સોશિયલ મીડિયાના મારફતે ધ્યાન દોર્યા બાદ તંત્ર દોડતું થયું

Back to top button