અમીરગઢ ચેકપોસ્ટ પર ઉત્તર પ્રદેશના ત્રણ ઇસમો બે રિવોલ્વર સાથે ઝડપાયા
- મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવાના ઇરાદે પિસ્તોલ લઈ નીકળ્યા હતા
અમીરગઢ : અમીરગઢ બોર્ડર પરથી રાજસ્થાનઉત્તર પ્રદેશ થી મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવામાં ઇરાદે થી પિસ્તોલ લઈ નીકળેલ પાંચ ઇસમો ઉત્તરપ્રદેશ થી રાજસ્થાન પસાર થયા હતા, અને ગુજરાતમાં પ્રવેશતાં અમીરગઢ ચેકપોસ્ટ ની પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાની સરહદી વિસ્તાર ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક કાર ઉપર શક જતા તેને રોકવામાં આવી હતી. આ દરમિયાન કારમાં સવાર પાંચમાંથી બે ઇસમો પોલીસને જોઈ ભાગી જતાં પોલીસે અન્ય ત્રણ ને પકડી કારમાં તપાસ કરતા તેમાં દેશી બનાવટની બે પિસ્તોલ અને એકવીસ કારતૂસ મળી આવ્યા હતા.
જેથી પોલીસ દ્વારા કારમાં બે પિસ્તોલ લઈ જતા પાંચ ઇસમો પૈકી ત્રણ ઇસમો ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બે ઇસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
જ્યારે પકડાયેલ ઇસમોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, એક ઇસમ મુંબઈ નોકરી કરતો હોઈ ઘરે આવી અન્ય ચાર મિત્રો ને લઈ પોતાના વતન ઉત્તરપ્રદેશથી શેઠના ઘરે સોના- ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવામાં ઇરાદે કારમાં બે દેશી તમંચા અને 21 કારતૂસ લઈ મુંબઈ જવા નીકળ્યા હતા.
પોલીસે ત્રણ ઇસમો અને ભાગી ગયેલ બે ઇસમો ઉપર ગુનો નોધી પકડાયેલ બે દેશી તમંચા સહીત કુલ રૂ. 4, 19,500 નો મુદ્દામાલ કબજે લઈ ભાગી ગયેલ બે ઇસમો ની પકડવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં 47 આરોગ્ય કેન્દ્રો માટે જમીનની ફાળવણી