કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગરના મહુવામાં ખુલ્લા વિજ વાયરને અડકી જતાં ભાઈ – બહેન સહિત ત્રણ માસુમ બાળકોના મોત

Text To Speech

ભાવનગર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના એક ગામમાં બે ભાઈ-બહેન સહિત ત્રણ બાળકો રમતા રમતા જીવતા વિજ વાયરને અડકી જતા તેઓને જોરદાર કરંટ લાગતા ત્રણેયના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે. હાલ ત્રણેયના મૃતદેહોને પીએમ માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શાળાએથી ત્રણેય બાળકો આવતા હતા

મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના કાટકડા ગામે રહેતા ત્રણ બાળકો કોમલ મગનભાઈ ચોહાણ (ઉં.વ12), 2 નૈતિક કનુભાઈ જંબુચા (ઉં.વ 12) અને તેની બહેન, 3 પ્રિયંકા કનુભાઈ જંબુચા (ઉં.વ 12) સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વાડીના ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાળકોને શોર્ટ લાગ્યાની આજુબાજુના વાડીના લોકોને જાણ થતાં તાત્કાલિક દોડીને ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ ત્રણેય બાળકોના મૃત્યુ થઈ ગયા હતા.

વિજ વિભાગની બેદરકારીથી ગ્રામજનોમાં રોષ

આ ઘટનાને પગલે ખોબલા જેવડાં કાટકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી બાજુ આ બનાવમાં વિજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે ગ્રામજનોમાં તેમના પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

Back to top button