- એડિશનલ DGની સૂચના બાદ નોંધાયો ગુનો
- શૈલેષ સોલંકી સહિત ત્રણ ઠગો વિરુદ્ધ ગુનો
- અમદાવાદની કિંજલ પટેલે નોંધાવી ફરિયાદ
વડોદરામાં MS યુનિવર્સિટીમાં નોકરી કૌભાંડના કેસમાં ત્રણ ઠગ ભરાયા છે. જેમાં એડિશનલ DGની સૂચના બાદ ગુનો નોંધાયો છે. તેમજ શૈલેષ સોલંકી સહિત ત્રણ ઠગો વિરુદ્ધ ગુનો સયાજીગંજ પોલીસ મથકે નોકરી કૌભાંડનો ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો: રાજ્યમાં ગરમીને લગતી વિવિધ બીમારીના કેસનો આંકડો જાણી રહેશો દંગ
યુનિ.ના ખોટા લેટરપેડ પર જોઈનિંગ લેટર બનાવ્યા
અમદાવાદના કિંજલ પટેલે ફરિયાદ નોંધાવી છે. જેમાં કિજલ પટેલ પાસેથી નોકરીના નામે 11 લાખ પડાવ્યા હતા. તથા અન્ય ફરિયાદીઓ પાસેથી 1.67 કરોડની ઠગાઈ કરી હતી. તેમાં MS યુનિવર્સિટીમાં નોકરીની બાહેધરી આપી હતી. તથા યુનિ.ના ખોટા લેટરપેડ પર જોઈનિંગ લેટર બનાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદનું AMC તંત્ર જાગ્યું, રહેણાંક વિસ્તારોમાં ફટાકડાના વેપલાની કરશે તપાસ
1 કરોડ 67 લાખ 50 હજારની છેતરપિંડી કરી હતી
એમ.એસ.યુનિવર્સિટીમાં નોકરી કૌભાંડ મામલે એડિશનલ ડીજીની સૂચના બાદ સયાજીગંજ પોલીસ મથકે નોકરી કૌભાંડનો ગુનો નોંધાયો છે. જેમાં સયાજીગંજ પોલીસે શૈલેષ સોલંકી સહિત ત્રણ ઠગો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં અમદાવાદ રહેતા કિંજલબેન પટેલે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કિંજલબેન પાસેથી આરોપીઓએ એમએસ યુનિવર્સિટીમાં નોકરી અપાવવા 11 લાખ રૂપિયા લીધા હતા. તથા અન્ય ફરિયાદીઓ પાસેથી કુલ મળી 1 કરોડ 67 લાખ 50 હજારની છેતરપિંડી કરી હતી. જેમાં આરોપીઓએ મહિલા સહિત અન્ય ફરિયાદીઓને વિશ્વાસમાં લીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારમાં નવો વળાંક આવ્યો
એમએસ યુનિવર્સિટીમાં નોકરી અપાવવાની બાંહેધરી આપી
અલગ અલગ પોસ્ટ ઉપર એમએસ યુનિવર્સિટીમાં નોકરી અપાવવાની બાંહેધરી આપી હતી. આરોપીઓએ એમ.એસ યુનિવર્સિટીના ખોટા લેટરપેડ ઉપર જોઇનિંગ લેટર બનાવ્યા હતા. જેમાં સયાજીગંજ પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ તપાસ આરંભી છે. તથા નોકરી કૌભાંડમાં દાહોદ પોલીસે અગાઉ મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની ધરપકડ કરી છે.