ત્રણ છોકરીઓ દિલ્હીના એક રૂમમાં પાંચ મહિનાથી હતી બંધ! આરોપીની ધરપકડ
- છોકરીઓને લાલચ આપીને ભગાડી જનાર ગુનેગારની કૈમુર પોલીસે દિલ્હીથી કરી ધરપકડ
નવી દિલ્હી, 21 ઓગસ્ટ: બિહારની ત્રણ સગીર છોકરીઓને લાલચ આપીને ભગાડી જનાર ગુનેગારની કૈમુર પોલીસે નવી દિલ્હીથી ધરપકડ કરી છે. આ ત્રણેય છોકરીઓ એક બંધ રૂમમાંથી મળી આવી છે. સદર હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. પોલીસ કોર્ટમાં તેમનું નિવેદન પણ લેશે. ધરપકડ કરાયેલા આરોપીના મોબાઈલની તપાસ કરવામાં આવી તો ખૂબ જ આશ્ચર્યજનક તસવીરો મળી આવી છે.
આ મામલે પોલીસ શું જણાવ્યું?
SDPOએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલો સતેન્દ્ર યાદવ(ઉર્ફે રાજ) કુદરા પોલિસ સ્ટેશન વિસ્તારના અજગરી ગામના રહેવાસી વીરેન્દ્ર કુમાર સિંહનો પુત્ર છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેમાં ઘણી યુવતીઓની તસવીરો મળી છે. આ તસવીર અંગે સતેન્દ્રની પૂછપરછ કરવામાં આવી રહી છે. માહિતી એ પણ મેળવવામાં આવી રહી છે કે શું તે છોકરીઓને વેચતો હતો કે ખોટા કામમાં સંડોવતો હતો?
પોલીસે કહ્યું કે, જો આરોપી કોઈ રેકેટ સાથે સંકળાયેલો હશે તો તેનો પણ પર્દાફાશ કરવામાં આવશે. DSPએ જણાવ્યું કે, આરોપી ત્રણેય છોકરીઓને પાંચ-છ મહિનાથી દિલ્હીમાં બંધ રૂમમાં રાખતો હતો. જ્યારે છોકરીઓ મળી આવી ત્યારે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. યુવતીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ત્રણેય છોકરીઓ ભભુઆના સીટી પાર્કમાં સતેન્દ્રને મળી હતી. તેના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવી રહી છે.
માતાએ FIR નોંધાવી
પાંચ મહિના પહેલા ભગાડવામાં આવેલી બે છોકરીઓના મામલામાં પાંચ મહિના પછી ભભુઆ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. UPના મિર્ઝાપુર જિલ્લાના જમાલપુરના એક ગામની રહેવાસી મહિલાએ 29 ફેબ્રુઆરી 2024ના રોજ ભભુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી તેની 17 વર્ષની પુત્રી અને તેના મિત્રના ભગાડી જવાનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં કુદરા પોલીસ સ્ટેશન વિસ્તારના અજગરી ગામના એક યુવકનું નામ હતું. જ્યારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી તો તેમણે દિલ્હીમાંથી બેને બદલે ત્રણ છોકરીઓને રિકવર કરી. આરોપીઓએ ત્રણેયને રૂમમાં બંધ કરીને રાખી હતી
જ્યારે આરોપીના મોબાઈલની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોને ખબર તેના મોબાઈલમાં આટલી બધી છોકરીઓના ફોટા રાખવામાં આવ્યા હતા. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીનો ઈરાદો શું હતો અને તેના મોબાઈલમાંથી જે યુવતીઓની તસવીરો મળી હતી તે કોણ છે? હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ જૂઓ: શેખ હસીનાની મુશ્કેલીમાં વધારો: હત્યા અને અપહરણ સાથે જોડાયેલા વધુ નવ કેસ નોંધાયા