ગુજરાતચૂંટણી 2022

વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના ત્રણ દિવસ બાદ પણ એક જ ઉમેદવારીપત્ર ભરાયું

Text To Speech

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે સત્તાવાર રીતે તા.૫મી નવેમ્બરે જાહેરનામું જાહેર થયાના ત્રણ દિવસ વીતી ગયા હોવા છત્તા હજુ માત્ર એક જ ઉમેદવારીપત્ર ભરાયુ છે એ પણ અપક્ષ માંથી. જાહેરનામાં પ્રથમ તબક્કાની ચૂંટણીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૪ નવેમ્બર છે, ત્યારે હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારોમાં ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને કોઈ ઉત્સાહ જોવા મળ્યો નથી.

ભાજપ અને કોગ્રેસની યાદી જાહેર થતા ઉત્સાહ જોવા મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો ૫૦૦થી વધુ ફોર્મ લઇ ગયા છે. પણ ઉમેદવારીપત્ર ભરવાને લઈને રાજકીય પક્ષોમાં હજુ કોઈ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. તે પાછળનું કારણ એ પમ હોઈ શકે છે કે હજુ ભાજપ અને કોગ્રેસ પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી જેને લઈને હજુ સુધી ઉમેદવારી માટે ઉમેદવારોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:આખરે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ઉમેદવારી બેઠક થઈ ફાઈનલ

ભાજપ ૧૦મી નવેમ્બર બાદ ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે

ભાજપ તેના ઉમેદવારોના નામ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસીય બેઠક બાદ જાહેર કરે તેવી પૂરી શકયતા છે એટલે કે, તા.૧૦મી નવેમ્બર બાદ ભાજપ તેના ઉમેદવારોના નામો જાહેર કરશે, તેથી કોંગ્રેસ અને આપ પણ તેની રાહ જોઇને બેઠું છે. જો કે, આપે તેના ઉમેદવારોની બે યાદી અને કોંગ્રેસે તેના ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે અને આગામી દિવસોમાં ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ બીજી યાદી જાહેર કરે તેવી શકયતા સેવાઇ રહી છે. એટલે તા.૧૦મી નવેમ્બર પછી રાજકીય પક્ષોના ઉમેદવારોના ફોર્મ ભરવામાં ઉત્સાહ અને ધમધમાટ સામે આવે તેવી પૂરી સંભાવના છે

Back to top button