ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

ગોળી વાગ્યાના ત્રણ દિવસ બાદ ગોવિંદાને ડિસ્ચાર્જ, વ્હીલ ચેર પર બેસીને માન્યો આભાર

Text To Speech
  • બોલિવૂડ અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદાને ગોળી વાગ્યાના ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયો છે, તેણે મીડિયા સામે નિવેદન આપ્યું છે

HD ન્યુઝ ડેસ્કઃ પ્રખ્યાત અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા પગમાં ગોળી વાગ્યા બાદ થયેલી સર્જરી પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુક્રવારે ડિસ્ચાર્જ થયા બાદ તેણે મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલની બહાર વ્હીલ ચેર પર બેસીને ચાહકો અને મીડિયા કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમની સાથે તેમનો પરિવાર પણ હાજર હતો.

1 ઓક્ટોબરે ગોવિંદાને તેની લાઈસન્સવાળી રિવોલ્વરથી ગોળી વાગી ગઈ હતી. તેમને પગમાં ગોળી વાગ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ સફળ ઓપરેશન કરીને પગમાંથી ગોળી કાઢી હતી. ત્યારબાદ ગોવિંદા 3 દિવસ સુધી ડોક્ટરોના ઓબ્ઝર્વેશનમાં હતો. સામાન્ય વોર્ડમાં ખસેડાયા બાદ 4 ઓક્ટોબરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગોવિંદા હોસ્પિટલની બહાર વ્હીલચેર પર બેઠેલો જોવા મળ્યો હતો. સર્જરી બાદ પગ પરનું પ્લાસ્ટર જોઈ શકાય છે.

ડિસ્ચાર્જ થતાંની સાથે જ ગોવિંદાએ હાથ જોડીને અને ફ્લાઈંગ કિસ આપીને પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેના માટે પ્રાર્થના કરવા બદલ બધાનો આભાર માન્યો હતો. ANI દ્વારા જારી કરવામાં આવેલા વિડિયોમાં ગોવિંદાએ ચાહકોનો આભાર માન્યો અને કહ્યું, “હું દરેકનો તેમની પ્રાર્થનાઓ માટે આભાર માનું છું. હું સીએમ શિંદે, પોલીસ અને પ્રેસનો આભાર માનું છું. ખાસ કરીને મારા ચાહકોનો જેમણે મારા માટે ખૂબ જ પ્રાર્થના કરી. હું તેમનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું.

આ પણ વાંચોઃ ‘ફરીથી ડાન્સ કરશે’ ગોવિંદાની પત્ની સુનિતાએ પતિની હેલ્થ અપડેટ આપી

Back to top button