ઉત્તર ગુજરાતગુજરાત
રાજસ્થાનના ત્રણ ડેમ થયા ઓવરફ્લો, નદીમાં પાણીની જોરદાર આવક
પાલનપુર: રાજસ્થાનના ઉપરવાસમાં જે વરસાદ થાય છે. તેનું પાણી ગુજરાતના દાંતીવાડા અને સિપુ ડેમમાં આવે છે. જ્યારે આબુ રોડ અને માઉન્ટ આબુમાં ભારે વરસાદ થતાં નદીમાં આવેલા પાણીના પુરને નિહાળવા આબુરોડમાં પુલ ઉપર લોકોના ટોળા એકઠા થયા હતા. અહીંના પિંડવાડા તાલુકાના કાદંબરી ગંગાજલિયા અને સ્વરૂપ સાગર ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે શિરોહી જિલ્લાનો પશ્ચિમી બનાસ બંધ પણ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે પિંડવાડા કલેકટર ડો. ભવરલાલ અને એસપી મમતા ગુપ્તા બનાસ બંધની મુલાકાતે પહોંચ્યા હતા.
માઉન્ટ આબુમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઈને નખ્ખી તળાવ, લોવર કોદરા બંધ છલોછલ ભરાઈ ગયા છે. શિરોહી કલેકટર અને એસપી અલગ અલગ બંધની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. જ્યારે ભારે વરસાદને પગલે શીરોહી જિલ્લાની શાળાઓ 2 દિવસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.