ટોપ ન્યૂઝનેશનલ

SCના વકીલ વિનીત જિંદાલને અજાણ્યા શખસનો ધમકીભર્યો પત્ર, ‘અલ્લાહનો સંદેશ – તેરા ભી સર તન સે જુદા હોગા’

Text To Speech

નેશનલ ડેસ્કઃ સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કોઈએ તેમના ઘરે એક પત્ર મોકલ્યો છે, જેના પર તેમના માથાને ધડથી અલગ થવાની ધમકી આપવામાં આવી છે. તેમણે પોતાના અને તેમના પરિવારના જીવને જોખમ હોવાનું જણાવીને પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. વિનીતે અજમેર દરગાહ સાથે સંકળાયેલા સરવર ચિશ્તીના પુત્ર આદિલ ચિશ્તી વિરુદ્ધ હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી હતી.

જિન્દાલે ટ્વીટ કરી જાણકારી આપી

જિન્દાલે મંગળવારે રાત્રે ટ્વીટ કર્યું, ‘આજે જેહાદીઓએ મારું માથું કાપી નાખવાની ધમકી આપી. આ મારા ઘરે મોકલવામાં આવ્યું હતું. મારો અને મારા પરિવારનો જીવ જોખમમાં છે. આ વાત પહેલાં જ દિલ્હી પોલીસે સ્વીકારી લીધી છે. સીપી દિલ્હી અને ડીસીપી નોર્થ વેસ્ટને આના પર કાર્યવાહી કરવા વિનંતી છે.’ તેમણે ટ્વીટ સાથે એક પેપર પણ શેર કર્યું છે, જેના પર લખ્યું છે કે, ‘અલ્લાહનો સંદેશ વિનીત જિંદાલ તેરા ભી સર તન સે જુદા કરેંગે જલ્દી.’

અજમેર દરગાહ સાથે સંકળાયેલ નિવેદન આપ્યું હતું

સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલને દેશી અને વિદેશી નંબરો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. હાલમાં જ તેણે અજમેર દરગાહ સાથે સંકળાયેલા ખાદિમ આદિલ ચિશ્તી વિરુદ્ધ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, તેમને આ અંગે ધમકી આપવામાં આવી છે. જો કે, દિલ્હી પોલીસ હજુ પણ આ મામલાની તપાસ કરી રહી છે અને વિનતીને કોણે અને શા માટે ધમકી આપી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Back to top button