મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટથી ઝડપાયો
- મોદી સ્ટેડિયને ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો.
- ધમકી આપનાર મુળ MPનો વીડિયો બ્લોગર નિક્યો.
- ધમકી આપનારનું નામ કરણ મોવી છે, હાલ તે રાજકોટમાં રહે છે.
વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર આજે ઝડપાયો છે. MP ના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટ શહેરમાં રહે છે. રાજકોટમાં રહેતા કરણ મોવીને ક્રાઈમ બ્રાન્ચે આજે ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી સામે અગાઉ પણ આવો જ કેસ નોંધવામાં આવ્યો હતો.
#WATCH गुजरात: भारत और पाकिस्तान के बीच खेले जाने वाले आगामी विश्व कप मैच से पहले मिली धमकी पर क्राइम ब्रांच के अतिरिक्त CP नीरज कुमार बडगुजर ने बताया, “BCCI की आधिकारिक ईमेल ID पर जो धमकी भरा मेल मिला था, उसे तकनीकी और मानवीय संसाधनों द्वारा ट्रेस किया गया। इसके बाद राजकोट जिले… pic.twitter.com/Si3VQ1HwYD
— ANI_HindiNews (@AHindinews) October 11, 2023
6 ઑક્ટોબરે ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો:
વર્લ્ડ કપ 2023ની ભારત-પાકિસ્તાનની 14 ઓક્ટોબરે યોજાવાની મેચને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિસ્ફોટ કરાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ઈમેલમાં 500 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને હાલમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સની મુક્તિનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
6 ઑક્ટોબરને ગુરુવારના રોજ કેન્દ્રીય સુરક્ષા એજન્સીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતા એક ઈમેલ વિશે માહિતી મળી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે “તુમ્હારી સરકાર સે હમે 500 કરોડ ઔર લોરેન્સ બિશ્નોઈ ચાહિયે નહીં તો કલ હમ નરેન્દ્ર મોદી કે સાથ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભી ઉડા દેંગે. હિન્દુસ્તાન મેં સબકુછ બિકતા હૈ તો હમને ભી કુછ ખરીદ લિયા હૈ કિતને ભી સિક્વે કરલો હમસે નહીં બચા પાઓગે અગર બાત કરની હૈ તો ઇસ મેલ પર હી બાત કરના” (અમે તમારી સરકાર પાસેથી રૂ. 500 કરોડ અને લોરેન્સ બિશ્નોઈ જોઈએ છે, નહીં તો અમે નરેન્દ્ર મોદી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ ઉડાવી દઇશું. હિન્દુસ્તાનમાં બધુ જ વેચાય છે, કંઈક પણ ખરીદી શકાય છે, પછી ભલે તે ગમે તેટલું સુરક્ષિત હોય. તમે તેને બચાવી શકશો નહીં. જો તમારે વાત કરવી હોય તો આ મેઇલ પર જ વાત કરો).”, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં વર્લ્ડકપ મેચની નકલી ટિકિટનો પર્દાફાશ, ચાર આરોપી ઝડપાયા