ઉત્તર ગુજરાતગુજરાત

થરાદ સોની બજારમાં ચોરીના સિલસિલાથી ભય, વેપારીઓએ ચોકીની કરી માંગ

Text To Speech

પાલનપુર:  થરાદના સોની બજારમાં ચોરી, લૂંટફાટ અને ગોળીબાર કરીને છેલ્લા કેટલાક સમયથી બનેલી ઘટનાઓને લઈને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયેલો છે. જેને લઈને વેપારીઓએ શુક્રવારે સોની બજારમાં સુરક્ષા માટે પોલીસ ચોકીની માંગ કરી હતી. અને નાયબ કલેક્ટર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ સરહદી વિસ્તારનું થરાદ મુખ્ય વેપારી મથક છે. જ્યાં આજુબાજુના અસંખ્ય ગામોના લોકોનો વ્યવહાર થરાદ સાથે થાય છે. લોકો મોટાભાગે ખરીદી કરવા અહીંયા આવતા હોય છે. જેને લઇને અહીંનું બજાર સતત ધમધમતું રહે છે. ત્યારે થરાદના સુવર્ણકાર એસોસિએશનને સોની બજારમાં થતી ચોરીઓની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

નાયબ કલેક્ટર અને પોલીસને અપાયું આવેદન પત્ર

થરાદના નાયબ કલેકટર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, અગાઉ સોની બજારમાં ચોરી, લૂંટફાટ અને ગોળીબારના બનાવો બનેલા છે. જ્યારે વેપારી ઉપર જીવલેણ હુમલાઓ પણ થયા છે. જ્યારે લૂંટારાઓ ચોરી કરીને અહીના ટાંડા તળાવ પાસેથી નાસી જતા હોય છે. ત્યારે વેપારીઓ અસલામતીની લાગણી અનુભવે છે, તેમ જણાવીને વેપારી આલમમાં સુરક્ષાની લાગણી સાથે શાંતિ સ્થપાય તે માટે સોની બજારમાં હથિયારધારી જવાન સાથે પોલીસ ચોકી મૂકવામાં આવે તે માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. તેની સાથે લૂંટ, ચોરીની ઘટનાઓની માહિતી પણ પોલીસને આપવામાં આવી હતી.

આ પણ વાંચો :દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, 24 કલાકમાં 243 નવા કેસ

આવેદન પત્ર-humdekhengenews

ક્યારે લૂંટ, ચોરી થઈ

  •  7 જાન્યુ. 2005 લૂંટ રાજેન્દ્રકુમાર નટવરલાલ સોની
  • 26 નવે. 22 લુટ, ગોળીબાર, સોની ચંદ્રકાંત મંગળદાસ
  • 9 ઓક્ટો. 22 ચોરી, રાજેશભાઈ ઈશ્વરલાલ સોની
  • 19 ડિસે. 22 ચોરી, કિરણભાઈ વનાભાઈ સોની
  • 29 ડિસે. 22 ચોરી, ભાગ્યોદય જ્વેલર્સ
Back to top button