ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર દ્વારા Z સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IBના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર દ્વારા Z સુરક્ષા આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર IBના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે. તેમની સુરક્ષાનો ખર્ચ ગૌતમ અદાણી પોતે ઉઠાવશે. Z સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. ગૌતમ અદાણી પહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ Z સુરક્ષા આપવામાં આવી હતી. અંબાણી તેમનો સુરક્ષા ખર્ચ પણ ઉઠાવે છે અને રકમ માસિક ધોરણે ચૂકવવામાં આવે છે. આ શરતોના આધારે ગૌતમ અદાણીને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે.
આ પણ વાંચો : જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ભારતના 49માં CJI તરીકે નિયુક્ત, એન.વી.રમણા 26 ઓગસ્ટે નિવૃત્ત થશે