ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી, જાણો સમગ્ર મામલો

Text To Speech
  • ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ
  • તબીબી ભથ્થાં મુદ્દે કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી
  • પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી આપી છે. જેમાં તબીબી ભથ્થાનો લાભ ન મળતાં નગરપાલિકાના કર્મચારીઓ હડતાળની તૈયારીઓ કરી રહ્યાં છે.

પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે

બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જ્યારે રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓ આ સરકારી લાભથી વંચિત રહ્યાં છે. ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે, ‘જો નિર્ણય નહી લેવાય તો, રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓ હડતાળ પાડશે જેથી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે.’

30મી ડિસેમ્બર સુધી સરકાર નિર્ણય નહીં લે તો હડતાળ

રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે 100 રૂપિયા અપાય છે. પાલિકા કર્મચારી મહામંડળે એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો 30મી ડિસેમ્બર સુધી તબીબી ભથ્થાનો વધારો કરવા સરકાર નિર્ણય નહીં લે તો, રાજ્યમાં 157 નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં PGVCLની ટીમના દરોડા

Back to top button