અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ દોડતી થઈ

Text To Speech

અમદાવાદ, 6 મે 2024, તાજેતરમાં દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે આ ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની સાતેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યાં છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઇ-મેઇલ આવી રહ્યાં છે. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ થયું છે. દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી.ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિતની સ્કૂલોને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો છે.

શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો
અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ONGC કેન્દ્રીય વિધાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ સ્કૂલોમાં પહોંચી છે. હાલ ક્યાંયથી કોઇ વાંધાજનક વસ્તુઓ મળી નથી. જેમાં શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રાલયે જણાવ્યુ છે કે બોમ્બ મળ્યાની ધમકી અફવા છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે. જેમાં SPGની ટીમ નિશાન સ્કૂલમાં પહોંચી છે.આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયાણે મીડિયાને જણાવ્યું હતું કે, 7 જેટલી સ્કૂલને ઇ-મેઈલથી ધમકી મળી છે. હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. આ ધમકી ભર્યો ઇ-મેઈલ ફેક ઇ-મેઈલથી આવ્યો છે.

5 દિવસ પહેલા દિલ્હીમાં પણ ધમકી મળી હતી
5 દિવસ પહેલા દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકી એજ ઇ-મેઈલથી મોકલવામાં આવી હતી. આ ઇ-મેઈલ આજે સવારે 6 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. ઇ-મેઈલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. લગભગ 60 જેટલી સ્કૂલો ખાલી કરાવવામાં આવી છે.

આ સ્કૂલોને મળ્યાં છે બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઈલ
1. ઓનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન- 2
2. એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન- 1
૩. અમૃતા વિદ્યાલય ઘાટલોડીયા ઝોન- 1
4. કેલોરેક્ષ સ્કુલ ઘાટલોડીયા ઝોન- 1
5. આર્મી કેન્ટોનમેન્ટ
અન્ય અમદાવાદ ગ્રામ્યની છે.

આ પણ વાંચોઃગુજરાતમાં 7 મી એપ્રિલે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તેમાં જાણો શું છે તૈયારી

Back to top button