- ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાયું
- તમામ બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી
- વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારેથી 1૦૦૦ કિમી દુર
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડાની સ્થિતિ જોતા કચ્છનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાની શક્યતા લઈને કલેકટરની અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. તેમજ કચ્છ તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. તથા દરિયો ખેડવા ગયેલી તમામ બોટને પરત બોલાવી લેવામાં આવી છે.
તમામ બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડુ બિપોરજોયની શક્યતાના પગલે કચ્છનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તાર લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ માછીમારોને દરિયો નહિ ખેડવા માટે સુચના આપવામાં આવી છે. હાલ દરિયામાં કોઈ ફિશિંગ બોટ નથી તમામ બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિ લઈને તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.
બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારેથી 1૦૦૦ કિમી દુર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારેથી 1૦૦૦ કિમી દુર છે. દરિયા કિનારે વસવાટ કરતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ભુજમાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. કંટ્રોલરૂમના માધ્યમથી તમામ તાલુકા મથકે જરૂરી સુચના આપવામાં આવી છે. તથા પીજીવીસીએલની ટીમ એલર્ટ રાખવામાં આવી છે. સાથેજ તમામ અધિકારીઓને હેડ ક્વાટર નહિ છોડવા માટે સુચના આપવામાં આવી છે.
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાયું
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. બિપોરજોય વાવાઝોના કારણે પવન અને ભારે વરસાદની શક્યતા છે. જેને લઈને કચ્છનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે. તથા તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.