IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ઋષભ પંત પર પ્રતિબંધનો ખતરો! BCCIએ સમગ્ર ટીમને લાખોનો દંડ ફટકાર્યો, જાણો

Text To Speech
  • ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળની દિલ્હી કેપિટલ્સને બેવડો ફટકો પડ્યો
  • બીજી વખત ધીમી ઓવર રેટને કારણે કેપ્ટન સહિત સમગ્ર ટીમ પર 24 લાખનો દંડ લગાવવામાં આવ્યો

વિશાખાપટ્ટનમ, 4 એપ્રિલ: ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળની દિલ્હી કેપિટલ્સને બુધવારે બેવડો ફટકો પડ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં DCને 106 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે BCCIએ તેના પર લાખો રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ વખતે BCCIએ આ દંડ માત્ર કેપ્ટન પર જ નહીં પરંતુ સમગ્ર ટીમ પર લગાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમ KKR સામે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ છે. IPL 2024માં દિલ્હીની ટીમ દ્વારા બીજી વખત આ ભૂલ થઈ છે, જેના કારણે કેપ્ટન સહિત સમગ્ર ટીમ પર 24 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ સાથે ઋષભ પંત પર પણ એક મેચના પ્રતિબંધનો ખતરો મંડરાઈ રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

IPLની પ્રેસ રિલીઝ મુજબ, “દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 3 એપ્રિલે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવી રાખવાના ગુનાને લગતો આ તેની ટીમનો સીઝનનો બીજો ગુનો હોવાથી રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે અસરગ્રસ્ત ખેલાડીઓ અને ઇમ્પેક્ટ પ્લેયર (અભિષેક પોરેલ) સહિત DCની પ્લેઇંગ ઇલેવનના અન્ય સભ્યોને રૂ. 6 લાખ અથવા તેમની મેચ ફીના 25%, બેમાંથી જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.”

 

કેપ્ટન ઋષભ પંત પર પ્રતિબંધ?

ઉલ્લેખનીય છે કે, જો દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો કેપ્ટન ઋષભ પંત પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. હા, IPLના નિયમો અનુસાર, જો ટીમ ત્રીજી વખત આ ભૂલ કરે છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાના દંડ સાથે એક મેચ માટે પ્રતિબંધ લાગી શકે છે. આ સાથે, ટીમના બાકીના ખેલાડીઓ (સહિત ઈમ્પેક્ટ પ્લેયર)ને 12-12 લાખનો દંડ અથવા તેમની મેચ ફીના 50% (જે ઓછું હોય તે) લાદવામાં આવી શકે છે.

આ પણ જુઓ: CSKને ઝટકો: પર્પલ કેપ ધારક આગામી મેચમાંથી બહાર, IPLમાંથી પણ કપાશે પત્તું?

Back to top button