ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

પાલનપુરમાં નીકળેલી કાનાની ભવ્ય શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

Text To Speech
  • ઠેર ઠેર બાંધેલી મટકીઓને ગોવાળિયાઓ દ્વારા પિરામિડ રચી ફોડવામાં આવી

પાલનપુર, 26 ઓગસ્ટ : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. અને ઠેર ઠેર બાંધેલી મટકીઓને ગોવાળિયાઓ દ્વારા પિરામિડ રચી ફોડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા અને જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે સમગ્ર પાલનપુર ગુંજી ઉઠ્યું હતું.

પાલનપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિજેશ્વર કોલોનીથી જન્માષ્ટમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના દિલ્હી ગેટ, સીમલાગેટ ,ગુરુ નાનકચોક ગઠામણ પેટ્રોલ પંપ, નાની બજાર મોટી બજાર કમાલપુરા સહિતના વિસ્તારમાં પરિભ્રમણ કરી બાંધેલી મટકીઓને ગોવાળિયાઓ દ્વારા પિરામિડ રચી ફોડવામાં આવી હતી.

જેના પગલે સમગ્ર પાલનપુર નો માહોલ કૃષ્ણમય બન્યો હતો તેમજ “જય રણછોડ માખણ ચોર”, ” મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે” જેવા નાદ સાથે સમગ્ર પાલનપુર ગુંજી ઉઠ્યું હતું તેમજ ગોવાળિયાઓ પણ એક બાદ એક મટકી ફોડતા આગળ વધતા ગયા અને “જય રણછોડ માખણ ચોર ” ના નાદ સાથે સમગ્ર પાલનપુરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે રામજી મંદિરના મહંત રાઘવદાસજી બાપુ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, શહેર પ્રમુખ દલપત બારોટ દશરથસિંહ સોલંકી‌, પ્રકાશ અગ્રવાલ, દિનેશ પંચાલ સહિત મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા.

Back to top button