નવમી પાવાગઢ પરિક્રમાની પદયાત્રામાં ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યાં


પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે પ્રાચીન ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો 23 ડિસેમ્બરથી શુભારંભ ગઈ થઈ ગયો છે. ત્યારે આ યાત્રામા ગુજરાતચના ખૂણેથી ખૂણેથી હજારો ભક્તોનું ઘોડાપૂર પાવાગઢમાં ઉમટી રહ્યું છે.
હજારો ભક્તોનું ઘોડાપુર પરિક્રમા કરવા પહોંચ્યું
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો પ્રારંભ થતા હજારો ભાવી ભક્તો આ પરિક્રમા કરવા માટે ઉમટા પડ્યા હતા. આ યાત્રોનો શુભારંભ કોરોના મહામારી દૂર થાય તે હેતુથી કરવામાં આવ્યો હતો. આજે પાવાગઢનો ડૂગર જ્ય માતાજીના નાદથી ગૂંજ્યું ઉઠ્યું હતું. ભક્તોમાં આ યાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભક્તો માટે ખાસ આયોજન
પરિક્રમાં સમિતા દ્વારા આ પદયાત્રા કરતા ભક્તો માટે સુવિધાઓ આપવામાં આવે છે. પાવાગઠ ડૂગરની પરિક્રમાં આ 44 કિમીની પદયાત્રામાં આ યાત્રામાં 15 કિમીનો રૂટ જંગલમાંથી પસાર થાય છે. આ યાત્રામાં ભક્તો માટે ચા-નાસ્તો અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.અહાી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સાથે જ મેડીકલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જાણો શુ છે આ યાત્રાનું મહત્વ
શક્તિપીઠ પાવાગઢમા યોજાતી આ યાત્રાનું ખૂબ મહત્વ છે. પાવાગઢની આ પરિક્રમા હિન્દૂ સંસ્કૃતિ ખુબ જ વિશેષ મહત્વ રહેલું છે. આ પરિક્રમા અંદાજીત 700 થી વધુ વર્ષોથી ચાલતી આવતા હોવાનું મનાય છે. પરંતુ કોઈ કારણસર તેને બંધ કરવામાં આવી હતી. જેને છ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા ફરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :આજે પ્રમુખસ્વામી નગર ખાતે રાષ્ટ્રીય સંમેલન યોજાશે જાણો શું હશે ખાસ