દિવાળીવર્લ્ડ

બ્રહ્માકુમારીઝ દ્વારા લંડનમાં ભવ્ય દિપાવલી મહોત્સવમાં હજારો લોકો ઉમટ્યા

Text To Speech

પાલનપુર: ભારતીય સંસ્કૃતિના દિવ્ય પ્રતિક સમા મહાપર્વ દિપાવલીની ભવ્ય ઉજવણીનો દેશ-વિદેશમાં પ્રારંભ થયેલ છે. ત્યારે આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા વિશ્વ માનવને ભારતીય દિવ્ય સંસ્કૃતિની ઓળખ આપવા વિદેશોમાં પણ મહોત્સવ ઉજવવાનો પ્રારંભ થયેલ છે.

 

બ્રહ્માકુમારીઝ દ્વારા લંડનમાં ભવ્ય દિપાવલી મહોત્સવમાં હજારો લોકો ઉમટ્યા- humdekhengenews

યુનો ખાતે બ્રહ્માકુમારીઝના પ્રતિનિધિનું આધ્યાત્મિક પ્રવચન

બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર લંડનના સ્ટાફલગર સ્કવાયરમાં યોજાયેલ વિશાળ દિવાળી મહોત્સવમાં ત્યાં વસતા ભારતીય અને વિદેશીઓની ભવ્ય હાજરીમાં ભારતીય પરંપરા પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં રાસ -ગરબા ભાંગડા, ઢોલ નૃત્ય, કથક નૃત્ય, અને રાધાકૃષ્ણ ગીતો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં લંડનના મેયર, હાઈ કમિશનર, યુનોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.ભવ્ય સમારંભમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બ્રહ્માકુમારીઝના પ્રતિનિધિ બ્રહ્મા કુમારી સિસ્ટર જેમીનની એ પોતાના દિપાવલીનું આધ્યાત્મિક રહસ્ય પર પ્રવચનમાં બોલતા જણાવેલ કે, આત્મદીપક ને સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી દિવ્યતા સંપન્ન બનાવવાનો સંદેશ દિપાવલી આપે છે. જીવનમાં દિવ્યતાનો અનુભવ સાચા અર્થમાં દીપાવલી મનાવવાનો ભારતીય સંસ્કૃતિ પરંપરાનો સંદેશ છે. ભવ્ય સમારંભમાં સર્વને રાજયોગા મેડીટેશનનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો : મધ્યપ્રદેશના મોરેનામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 4 લોકોના મોત, અનેક ઘાયલ

બ્રહ્માકુમારીઝ દ્વારા લંડનમાં ભવ્ય દિપાવલી મહોત્સવમાં હજારો લોકો ઉમટ્યા- humdekhengenews

માઉન્ટ આબુમાં દીપવાલી પર્વનો પ્રારંભ કરાશે

બ્રહ્માકુમારીઝ ના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર ખાતે પણ ભવ્ય દિપાવલી સમારંભમાં દેશ-વિદેશથી આવેલ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓને વિશાળ ઉપસ્થિતિમાં સંસ્થાના વડા ડો. દાદી રતન મોહિનીજી હજારો લાઇટોની રોશની વચ્ચે દિવ્યતા, પવિત્રતા અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાના સંગઠિત દ્રઢ સંકલ્પ લેવડાવશે, તથા દેશ -વિદેશના કલાકારો દ્વારા અધ્યાત્મ દિવ્ય નૃત્યો સાથે મનોરંજન કાર્યક્રમ યોજાશે. અને ભાઈબીજ સુધીના કાર્યક્રમોનું ઉદઘાટન થશે.

Back to top button