ગુજરાતટોપ ન્યૂઝ

ઉમેદવારો માટે આયોજનઃ રવિવારે યોજાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને પગલે STની 1 હજાર એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે

Text To Speech

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 24 એપ્રિલના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી એસટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિધા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવાશે. એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગ્રૂપ બુુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે.

આ એસટી સ્ટેન્ડ પરથી વધારાની બસો દોડાવાશે

  • અમદાવાદના રાણીપ બસ પોર્ટ અને કૃષ્ણનગર બસ સ્ટેશનથી અમદાવાદ-રાજકોટ અને અમદાવાદ-સુરેન્દ્રનગર તેમ જ ગીતામંદિર સીબીએસથી રાજકોટ. સુરેન્દ્રનગર સિવાયના અન્ય સ્થળો માટે.
  • રાજકોટમાં શાસ્ત્રી મેદાનથી રાજકોટ-ભાવનગર તેમ જ રાજકોટ સીબીએસથી ભાવનગર સિવાયના અન્ય સ્થળો માટે.
  • વડોદરા સીબીએસથી વડોદરા- અમદાવાદ અને કીર્તિસ્તંભથી અમદાવાદ તરફની બસોનું આયોજન કરવામાં આવ્યું છે.
Back to top button