અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 24 એપ્રિલના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી એસટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિધા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવાશે. એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગ્રૂપ બુુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે.
આ એસટી સ્ટેન્ડ પરથી વધારાની બસો દોડાવાશે
- અમદાવાદના રાણીપ બસ પોર્ટ અને કૃષ્ણનગર બસ સ્ટેશનથી અમદાવાદ-રાજકોટ અને અમદાવાદ-સુરેન્દ્રનગર તેમ જ ગીતામંદિર સીબીએસથી રાજકોટ. સુરેન્દ્રનગર સિવાયના અન્ય સ્થળો માટે.
- રાજકોટમાં શાસ્ત્રી મેદાનથી રાજકોટ-ભાવનગર તેમ જ રાજકોટ સીબીએસથી ભાવનગર સિવાયના અન્ય સ્થળો માટે.
- વડોદરા સીબીએસથી વડોદરા- અમદાવાદ અને કીર્તિસ્તંભથી અમદાવાદ તરફની બસોનું આયોજન કરવામાં આવ્યું છે.